હનુમાનજીએ કેમ કરી ભગવાન શ્રી કૃષ્ણની મદદ, જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • હનુમાનજીએ કેમ કરી ભગવાન શ્રી કૃષ્ણની મદદ, જુઓ વીડિયો

હનુમાનજીએ કેમ કરી ભગવાન શ્રી કૃષ્ણની મદદ, જુઓ વીડિયો

 | 2:54 pm IST

ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પૂર્ષોતમ કહેવામાં આવે છે. કહેવાય છે કે પ્રભુની લીલા અપરંપાર હોય છે. શ્રીરામભક્ત હનુમાનજી કે જેમને આપણે સંકટમોચન કહીએ છીએ તેઓ માત્ર મનુષ્યોના જ નહી પરંતુ દેવતાઓના પણ સંકટમોચન હતા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણના મહારાણી સત્યભામા, સુદર્શન ચક્ર અને ગરૂડ અભિમાની બની ગયા ત્યારે શ્રીકૃષ્ણએ હનુમાનજીની મદદથી તેમનો અહંકાર કેવી રીતે તોડ્યો આવો જાણીએ.

ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે વિષ્ણુએ જ રામના સ્વરૂપમાં અવતાર લીધો અને વિષ્ણુએ જ શ્રીકૃષ્ણ સ્વરૂપમાં લીલા કરી. શ્રીકૃષ્ણની 8 પત્નીઓ હતી. રુકમણિ, જામ્બવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિંદા,સત્યા,ભદ્રા અને લક્ષ્મણા. તેમાં સત્યભામાંને પોતાની સુંદરતા અને મહારાણી હોવાનું ઘમંડ આવી ગયું હતું તો બીજી બાજુ સુદર્શન ચક્ર પોતાને ખુબ શક્તિશાળી સમજતો હતો અને વિષ્ણુનુ વાહન ગરૂડને પણ પોતાને સૌથી તેજ ઉડાન ભરવાનો ઘમંડ હતો.

એક દિવસ શ્રીકૃષ્ણ પોતાની દ્વારિકામાં રાણી સત્યભામાં સાથે સિંહાસન પર બિરાજમાન હતા અને તેમની નિકટમાં જ ગરૂડ અને સુદર્શન ચક્ર પણ તેમની સેવામાં બિરાજમાન હતાં. ચર્ચા દરમિયાન રાણી સત્યભામાએ વ્યંગ કરતા પૂછ્યું કે હે પ્રભુ આપે ત્રેતાયુગમાં રામ સ્વરૂપે અવતાર લીધો હતો સીતા આપની પત્ની હતી. શં તે મારા કરતા પણ વધુ સુંદર હતી?

ભગવાન સત્યભામાના સવાલનો જવાબ આપે તે પહેલા ગરૂડે કહ્યું કે ભગવાન શું દુનિયામાં મારાથી તેજ ગતિથી કોઈ ઉડી શકે છે? એ જ વખતે સુદર્શનથી ન રહેવાયુ અને તે પણ બોલી ઉઠ્યો કે ભગવાન મે મોટા મોટા યુદ્વોમાં આપને વિજય અપાવ્યો છે. શું સંસારમાં મારાથી પણ કોઈ શક્તિશાળી છે ?

દ્વારકાધીશ સમજી ગયા કે ત્રણેયને અભિમાન આવી ગયુ છે. ભગવાન મંદ મંદ હસતા રહ્યાં અને વિચારવા લાગ્યાં કે તેમનો અહંકાર નષ્ટ કેવી રીતે કરવામાં આવે અને એ દરમિયાન તેમને એક યુક્તિ વિચારી હતી.

તેમણે ગરૂડને કહ્યું કે ગરૂડ તમે હનુમાન પાસે જાઓ અને કહો કે ભગવાન રામ, માતા સીતા સાથે તેમની પ્રતિક્ષા કરે છે. ગરૂડ ભગવાનની આજ્ઞા પાળતા હનુમાન પાસે ચાલતો થયો. તો તરફ શ્રીકૃષ્ણએ સત્યભામાને કહ્યું કે દેવી આપ સીતા સ્વરૂપે તૈયાર થઈ જાઓ અને સ્વયં દ્વારકાધીશે રામનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ત્યારે જ શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્રને આદેશ આપ્યો અને કહ્યું કે તમે મહેલના પ્રવેશ દ્વાર પર પહેરો ભરજો અને ધ્યાન રહે કે મારી આજ્ઞા વિના મહેલમાં કોઈ પણ પ્રવેશ ન કરે સુદર્શન ચક્ર આજ્ઞાનું પાલન કરતા મહેલના પ્રવેશ દ્વાર પર તૈનાત થઈ ગયો હતો.

ગરૂડે હનુમાન પાસે પહોચી કહ્યું કે હે વાનરશ્રેષ્ઠ, ભગવાન રામ, માતા સીતા સાથે દ્વારકામાં તમને મળવા માટે પધાર્યા છે. તમને બોલાવી લાવવા આદેશ આપ્યો છે. આપ મારી સાથે આવો. હું તમને મારી પીઠ પર બેસાડીને તુરંત ત્યા લઈ જઈશ..

હનુમાનજીએ ગરૂડને કહ્યું કે આપ જાઓ હું આવુ છું ગરૂડે વિચાર્યુ કે કોને ખબર આ ઘરડો વાનર ક્યારે પહોચશે. પણ મારે શું મારૂ કાર્ય તો પૂર્ણ થઈ ગયુ છે. હું ભગવાન પાસે જઉ છું. આ વિચાર ગરૂડ તુરંત દ્વારકા તરફ ઉડાન ભરી.

પરંતુ આ શું મહેલામાં પહોચીને જોયુ તો ગરૂડ જુએ છે કે હનુમાન તો તેમનાથી પણ પહેલા મહેલમાં પ્રભુની સામે બેસેલા છે. ગરૂડનું શિશ શરમથી ઝુકી ગયું. ત્યારે જ શ્રીરામ સ્વરૂપે શ્રીકૃષ્ણએ હનુમાનજીને કહ્યું કે પવનપુત્ર, તમે આજ્ઞા વિના મહેલમાં પ્રવેશ કેવી રીતે કર્યો. શું તમને પ્રવેશ દ્વાર પર કોઈએ રોક્યો નહી.

હનુમાનજીએ હાથ જોડતા અને શિશ ઝુકાવીને પોતાના મોઢામાંથી સુદર્શન ચક્રને કાઢીને પ્રભુ સામે મૂકી દીધુ. હનુમાને કહ્યું કે પ્રભુ આપને મળવા માટે મને કોણ રોકી શકે છે. આ ચક્રએ મને