Going To India: Says Trump, Mark Zuckerberg On Who's No. 1 On FB
  • Home
  • Featured
  • “ભારત જવાનો છું” એમ કહી ડોનાલ્ડ ટ્રમ્પે ઝકબરબર્ગને યાદ કરતા મોદી અંગે શું કહ્યું?

“ભારત જવાનો છું” એમ કહી ડોનાલ્ડ ટ્રમ્પે ઝકબરબર્ગને યાદ કરતા મોદી અંગે શું કહ્યું?

 | 10:41 am IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસને લઇ કેટલાં ઉત્સાહિત છે. એક ટ્વીટ પરથી તેનો અંદાજો લગાવી શકો છો. જ્યારે તેમને ખબર પડી કે ફેસબુક પર લોકપ્રિયતાના મામલામાં તેઓ પોતાને નંબર વન જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નંબર બે છે તો તેને પણ પોતાની યાત્રા સાથે જોડી દીધું. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતાના ભારત પ્રવાસને લઇ ખૂબ ઉત્સુક છે.

બે સપ્તાહમાં ભારત જઇ રહ્યો છું, આ ખૂબ જ સમ્માનની વાત: ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિએ ટ્વીટ કરી કે મને લાગે છે કે આ ખૂબ જ સમ્માનની વાત છે? માર્ક ઝકરબર્ગે તાજેતરમાં કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર નંબર 1 છે. નંબર 2 પર ભારતના વડાપ્રધાન મોદી છે. જો કે હું બે સપ્તાહમાં ભારત જઇ રહ્યો છું. હું આ યાત્રાને લઇ ઉત્સુક છું.

પીએમ મોદીએ ટ્વીટ કરીને પ્રવાસનું સ્વાગત કર્યું

આની પહેલાં પીએમ મોદીએ ટ્વીટ કરીને ટ્રમ્પની ભારત મુલાકાતનું સ્વાગત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 24-25 ફેબ્રુઆરીની ભારત યાત્રા પર આવવાને લઇ ખૂબ ખુશ છુંય અમારા માનનીય અતિથિઓનું ભવ્ય સ્વાગત કરાશે.

તેમણે લખ્યું કે ભારત અને અમેરિકાના મજબૂત સંબંધ ના માત્ર અમારા નાગરિકો માટે પરંતુ આખા વિશ્વ માટે શ્રેષ્ઠ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારત યાત્રા ખાસ છે તથા આ ભારત, અમેરિકા મૈત્રીને વધુ મજબૂત કરવાની કિશામાં અગત્યનું પગલું હશે.

24મીના રોજ ટ્રમ્પ-મોદી કરશે 22 KM લાંબો રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની રાજધાની અમદાવાદમાં 24મી ફેબ્રુઆરીના રોજ 22 કિલોમીટર લાંબો રોડ શો કરશે. શહેરના મેયર બીજલ પટેલે આ માહિતી આપતા કહ્યું કે આ રોડ શોમાં પચાસ હજાર લોકો સામેલ થવાની સંભાવના વ્યકત કરી છે.

આ વીડિયો પણ જુઓ : ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ બેઠક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન