Gold and Silver Price down
  • Home
  • Business
  • વૈશ્વિ બજારો પાછળ સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો

વૈશ્વિ બજારો પાછળ સોના-ચાંદીના ભાવમાં આવ્યો ઘટાડો

 | 4:41 pm IST

સ્થાનિક બજારમાં સોના-ચાંદીની માંગ ઘટતા અને વૈશ્વિક બજારો પાછળ દિલ્હીમાં સોનાના ભાવમાં શુક્રવારના રોજ 60 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તેની સાથે જ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 31450 થઇ ગયો. ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની માંગ ઘટતા ચાંદી પ્રતિ એક કિલોગ્રામ રૂ.300 રૂપિયા ઘટી રૂ.37500 પર આવી ગયો.

ટ્રેડર્સનું કહેવું છે કે સ્થાનિક બજારમાં જ્વેલર્સોની તરફથી માંગમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો આવતા સ્થાનિક બજારમાં અસર પડી છે.

દિલ્હીમાં 99.9 ઔંસ અને 99.5 ઔંસ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 60-60 રૂપિયા તૂટી 31,450 અને 31,300 પર આવી ગયો. આની પહેલાં બે સત્રમાં સોનું રૂ.310 વધ્યું હતું. 8 ગ્રામ ગિન્નીના ભાવ જો કે 24500 રૂપિયા હતો. સોનાના તર્જ પર ચાંદીના ભાવ પણ હાજર બજારમાં 37500 રૂપિયા અને સાપ્તાહિક ડિલિવરી રૂ.90 તૂટી 37025 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો.

વૈશ્વિક બજારમાં સિંગાપુરમાં સોનાના ભાવ 0.09 ટકાના ઘટાડા સાથે 1199.10 ડોલર પ્રતિ ઔંસ તથા ચાંદી 0.18 ટકા તૂટી 14.10 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો.