Gold Awards 2019 celebrities from sunny leone look stunning in event
  • Home
  • Featured
  • Photos: સની લિયોનીથી દિવ્યાંકા સુધી ગોલ્ડ એવોર્ડમાં લાગ્યો ગ્લૈમરનો તડકો, તમે પણ જોઈલો

Photos: સની લિયોનીથી દિવ્યાંકા સુધી ગોલ્ડ એવોર્ડમાં લાગ્યો ગ્લૈમરનો તડકો, તમે પણ જોઈલો

 | 9:14 am IST

મુંબઈમાં શુક્રવારની રાત્રે ગોલ્ડ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શનમાં ટીવી વર્લ્ડની તમામ હસ્તિઓ નજર આવી હતી. સની લિયોની, દિવ્યાંકા ત્રિપાઠી. હિના ખાન સહિત કેટલીક એકટ્રેસે ગ્લેમરસ લુકથી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સિતારાઓએ એવોર્ડ નાઈટ શોમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. સિતારાઓથી છલકાતા આ એવોર્ડ સમારોહમાં સ્ટનિંગ લુકમાં નજર આવ્યા હતા.

ગોલ્ડ એવોર્ડ 2019માં સની લિયોની ગ્લૈમરસ અવતારમાં જોવા મળી હતી. આ એવોર્ડ નાઈટમાં સની બ્લેક અને ગ્રે મિક્સ શેડ ગાઉનમાં નજર આવી હતી. સનીએ વાળમાં બન બનાવ્યુ હતુ જે તેને આકર્ષક બનાવી રહ્યું હતુ. સનીની રેડ લિપસ્ટિકે આકર્ષણ જમાવ્યું હતુ.

ટીવી એકટ્રેસ અવિકા ગૌરે પર્પલ કલરનો હાઈ સ્લિટ ગાઉન પહેરીને એવોર્ડ શોમાં આકર્ષણ જમાવ્યું હતુ. કર્લી હેર અને સ્મોકી મેકઅપમાં અવિકા ખુબજ સુંદર લાગતી હતી. ટીવી એકટ્રેસ શ્રદ્ધા આર્યા ગ્લૈમરસ હાઈ સ્લિટ ગાઉનમાં એવોર્ડ શોમાં પહોંચી હતી. શ્રદ્ધાએ ખુબસુરત બીડ્સ વર્કવાળા કપડા પહેર્યા હતા. મિનિમલ જ્વૈલરીના કારણે શ્રદ્ધા ખુબજ સ્ટનિંગ લાગી રહી હતી.

ટીવીની મોસ્ટ લોકપ્રિય એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી ગોલ્ડ એવોર્ડમાં બેબી પિન્ક કલરના ગાઉનમાં જોવા મળી હતી. દિવ્યાંકા એવોર્ડ ફંક્શનમાં તેના પતિ વિવેક દહિયા સાથે આવી હતી.

સમારોહમાં હિના ખાને પિન્ક કલરનો વન ઓફ શોલ્ડર હાઈ સ્લિટ ગાઉન પહેર્યો હતો. હિનાના ડ્રેસ ખુબજ ચર્ચામાં રહ્યો હતો. ટીવી એકટ્રેસ અનીતા હસનંદાની આ એવોર્ડ ફંક્શનમાં બ્લેક શોર્ટ ડ્રેસમાં પહોંચી હતી. અનીતાનો લુક ખુબજ આકર્ષક અને હટકે હતો. ટીવી એકટ્રેસ અને ટિક ડોક સ્ટાર જન્નત ઝુબૈર સિલ્વર ગ્રે શેડના લોન્ગ ડ્રેસમાં આકર્ષક લાગતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન