સોનું ખરીદનારાઓ ઉતાવળ કરજો, દિવાળી સુધીમાં થઈ જશે મોઘુંદાટ, કારણ કે... - Sandesh
  • Home
  • Business
  • સોનું ખરીદનારાઓ ઉતાવળ કરજો, દિવાળી સુધીમાં થઈ જશે મોઘુંદાટ, કારણ કે…

સોનું ખરીદનારાઓ ઉતાવળ કરજો, દિવાળી સુધીમાં થઈ જશે મોઘુંદાટ, કારણ કે…

 | 1:46 pm IST

આ વર્ષે દિવાળી પર તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હોય તો સાવધાન.. વિશ્લેષકોનું માનવું છે કે દિવાળી સુધી સોનાનો ભાવ 30 હજારથી 34 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી શકે છે. તેમના મતે ડૉલરના મુકાબલા નબળો થઈ રહેલો રૂપિયો અને ભૂ-રાજનૈતિક તણાવના કારણે સોનાનો ભાવ વધી શકે છે.

કોમોડેટિઝ રિસ્ક મેનેજમેન્ટના નિદેશક જ્ઞાનશેખર ત્યાગરાજને જણાવ્યું કે, આ વર્ષે દિવાળી સુધી ઘરેલૂ બજારમાં સોનું 30 હજારથી 34000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી શકે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 1,260થી 1,400 ડૉલર પ્રતિ ઔંસની નજીક રહી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, વૈશ્વિક બજારમાં સોનું રેન્જમાં છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે બૉન્ડ યીલ્ડ્સમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના સિવાય ડૉલર પણ મજબૂત થઈ રહ્યો છે. તેના સિવાય વૈશ્વિક અનિશ્ચિતા અને ભૂ-રાજનૈતિક તણાવની અસર પણ સોનાની કિંમતો પર જોવા મળશે.

તેમને આગળ જણાવ્યું કે, આવનાર દિવસોમાં જો ભાવમાં ઘટાડો જોવા મળશે, તો ડૉલર પર દબાણ વધી શકે છે. જેથી અમેરિકામાં વેપાર સુગમતા પર અસર જોવા મળી શકે છે. એવામાં મને લાગે છે કે બીજા ત્રિમાસિકમાં રોકાણકારો સોના તરફ વળી શકે છે. જ્યારે, કોમોડિટી એન્ડ કરન્સી મેનેજિંગ ડાયરેક્ટર પ્રીતિ રાઠીનું માનવું છે કે, દિવાળી સુધી સોનું 31,500થી 31,800ના સ્તર પર રહી શકે છે. તેમને પણ ભૂ-રાજનૈતિક તણાવ અને ડૉલરની નરમાશ થવાની અસર પણ સોનાની કિંમતો પર જોવા મળી શકે છે તેવું જણાવ્યું છે.

એન્જલ બ્રોકિંગના મુખ્ય વિશ્લેષક પ્રથમેષ મલયે કહ્યું કે, અમેરિકામાં વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના છે. જેનાથી સોનામાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ સીમિત હશે. જેના લીધેદિવાળી દરમિયાન સોનું 31,500 રૂપિયાના ઉપરી સ્તર પર પહોંચી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન