Gold could be seen gaining movement in the future
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • સોનામાં મક્કમ આગેકૂચ સાથે તેજી જોવા મળી શકે, જાણો વિગતે

સોનામાં મક્કમ આગેકૂચ સાથે તેજી જોવા મળી શકે, જાણો વિગતે

 | 3:30 pm IST

એમસીએક્સ ગોલ્ડના જૂન વાયદામાં નવા સપ્તાહે તેજીની આગેકૂચ ચાલુ રહેવાની અપેક્ષા છે. વિતેલા સપ્તાહે ચાર્ટ ઉપર વાયદો રૂ. ૪૩,૩૧૪ ખૂલ્યો હતો અને સપ્તાહના આરંભમાં જ રૂ. ૪૨,૬૨૨ની નીચી સપાટીને સ્પર્શ્યા હતો. જો કે ત્યારબાદ નીચા સ્તરેથી ભાવ ઝડપથી વધ્યા હતા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૪૩,૮૭૦ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. અંતે એમસીએક્સ ગોલ્ડ વાયદો સાપ્તાહિક ધોરણે ૦.૪૦ ટકાના સુધારામાં ૪૩,૭૨૦ રૂપિયા ઉપર બંધ થયો હતો. ભાવ હાલ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૬૩.૪૩ છે. એમએસીડી પણ પોઝિટિવ છે. નવા સપ્તાહ માટે ગોલ્ડ વાયદામાં ૪૨,૯૫૦ અને ત્યારબાદ ૪૨,૦૭૦ રૂપિયાનો મજબૂત ટેકો છે. તો બીજી બાજુ ૪૪,૫૮૫ અને ૪૫,૮૦૦ રૂપિયાની મજબૂત પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી.

ચાંદી વાયદામાં બે તરફી વલણ રહેશે

એમસીએક્સ ચાંદીના મે વાયદામાં આગામી સપ્તાહે બે તરફી ચાલ સાથે પોઝિટિવ ટ્રેન્ડ રહેવાની સંભાવના છે. ગત સપ્તાહે ચાર્ટ ઉપર ચાંદી વાયદો રૂ. ૪૦,૦૦૦ના ભાવે ખૂલ્યો હતો અને સપ્તાહના આરંભમાં જ રૂ. ૩૯,૩૦૦ની નીચી સપાટી બનાવી હતી. ત્યારબાદ સપ્તાહ દરમિયાન ભાવ નીચા સ્તરેથી બાઉન્સ બેક થયા હતા અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૪૧,૩૮૩ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. અંતે ચાંદી વાયદો ૧.૦૨ ટકાના સાપ્તાહિક સુધારામાં રૂ. ૪૧,૩૧૧ના મથાળે બંધ થયો હતો. ભાવ હાલ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. એમએસીડી પણ નેગેટિવ છે. જો કે આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૪.૮૭ છે. હવે નવા સપ્તાહે ચાંદી વાયદા માટે રૂ. ૪૦,૦૦૦ અને ત્યારબાદ રૂ. ૩૮,૩૦૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ રૂ. ૪૩,૪૦૦ અને ત્યારબાદ રૂ. ૪૫,૦૦૦ની પ્રતિકાર સપાટીને ધ્યાનમાં રાખવી જોઈએ.

ક્રૂડ વાયદામાં પોઝિટિવ ટ્રેન્ડની ધારણા

એમસીએક્સ ક્રૂડ ઓઇલના એપ્રિલ વાયદામાં નવા સપ્તાહે સુધારા તરફી વલણ રહેવાની ધારણા છે. વિતેલા સપ્તાહે ચાર્ટ ઉપર ક્રૂડ વાયદો રૂ. ૧,૬૩૨ ખૂલ્યો હતો સપ્તાહના પ્રથમ ભાગમાં જ    રૂ. ૧,૫૫૦ની નીચી સપાટી સપાટી બની હતી. ત્યારબાદ સપ્તાહ દરમિયાન ભાવ ઝડપથી સુધર્યા હતા અને સપ્તાહના મધ્યમાં ૨,૧૦૪ રૂપિયાની ઊંચી સપાટી બનાવી હતી. અંતે ક્રૂડ વાયદો ૨૦.૭૮ ટકાના સાપ્તાહિક વધારામાં રૂ. ૨,૦૫૨ના સ્તરે બંધ થયો હતો. પ્રાઇસમાં બુલિશ એનગુલફ્ગિં પેટર્ન સર્જાઈ છે જે તેજીના સંકેત આપે છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૨૭.૬૮ છે. જો કે એમએસીડી નકારાત્મક છે. ભાવ હાલ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે પણ છે. નવા સપ્તાહે ટૂંકા ગાળામાં ક્રૂડ વાયદા માટે રૂ. ૧,૯૮૫ અને રૂ. ૧,૮૬૦નો સ્ટ્રાંેગ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ. ૨,૧૮૫ અને રૂ. ૨,૩૪૦નું સ્ટ્રોંગ રેજિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું.

કોપર વાયદામાં મિશ્ર વલણ જોવા મળશે

એમસીએક્સના કોપરના એપ્રિલ વાયદામાં નવા સપ્તાહે મિશ્ર વલણ જોવા મળશે. વિતેલા સપ્તાહે ચાર્ટ ઉપર કોપર વાયદો રૂ. ૩૭૦.૭૦ના મથાળે ખૂલ્યો હતો અને સપ્તાહના આરંભમાં જ   રૂ. ૩૭૦.૩૦ની નીચી સપાટી બની હતી. જો કે સપ્તાહના બીજા ભાગમાં ભાવ સુધર્યા હતા અને   રૂ. ૩૮૨.૫૦ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. અંતે વાયદો સાપ્તાહિક ધોરણે ૧.૩૨ ટકાના સુધારામાં રૂ. ૩૮૦.૨૦ના મથાળે બંધ થયો હતો. ભાવ હાલ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. એમએસીડી પણ નકારાત્મક છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૩૨.૬૩ છે. ટૂંકા ગાળા માટે કોપર વાયદા માટે રૂ. ૩૭૦ અને ત્યારબાદ રૂ. ૩૬૦.૫૦ નો મજબૂત ટેકો છે. જો બીજી બાજુ રૂ. ૩૮૯.૨૫ અને રૂ. ૪૦૧ મજબૂત પ્રતિકાર સપાટી છે.

કોમોડિટી ચાર્ટની નજરે : અનુજ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન