ધનતેરસ પહેલા સોનું થયુ સસ્તું તો ચાંદી થયુ મોંઘુ, જાણો ભાવ - Sandesh
  • Home
  • Business
  • ધનતેરસ પહેલા સોનું થયુ સસ્તું તો ચાંદી થયુ મોંઘુ, જાણો ભાવ

ધનતેરસ પહેલા સોનું થયુ સસ્તું તો ચાંદી થયુ મોંઘુ, જાણો ભાવ

 | 3:50 pm IST

શુક્રવારે સર્રાફા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ત્રણ દિવસ બાદ શુક્રવારે સોનું 150 રૂપિયાના ઘટાડા સાથે 32,630 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગયું. જોકે, ચાંદીમાં મજબૂતી જોવા મળી અને આ 310 રૂપિયાના ઉછાળા સાથે 39,500 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયું.

સોની બજારના વેપારીઓ અનુસાર, વૈશ્વિક બજારમાં નરમી અને જ્વેલરી ખરિદારી નબળી હોવાના કારણએ ત્રણ દિવસ બાદ સોનાની કિંમતોમાં અસર જોવા મળી. આ સિવાય ખરીદાર ધનચેરસને જોતા ખરીદારી ટાળી રહ્યા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 99.9 અને 99.5 ટકા શુદ્ધતાવાળું સોનું 150-150 રૂપિયાના ઘટાડા સાથે ક્રમશ: 32,630 અને 32,480 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઇ ગયું. જ્યારે સોનાની 8 ગ્રામની ગિન્ની 24,900 રૂપિયા પ્રતિ પર સ્થિર રહી. ત્યાં જ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની કિંમતમાં ઘટાનો નોંધાયો. સિંગાપુરમાં સોનું 0.03 ટકા ઘટી 1,233.50 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયુ. ત્યાં જ ચાંદી પણ 0.03 ટકા ઘટી 14.82 ડૉલર પ્રતિ ઔંસ રહી ગયું.

બીજી બાજુ, ચાંદી હાજર 310 રૂપિયા વધી 39,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને સાપ્તાહિક વાળું ચાંદી 418 રૂપિયા વધી 38,546 રૂપિયા પ્રતિ કિલો પર આવી પહોંચ્યું. ચાંદી સિક્કામાં લેવાલીના ભાવ 76,000 અને વેચવાલીમાં 77,000 રૂપિયા પ્રતિ સૈકડા રહ્યું.