ગોલ્ડમેડલ મેળવેલો શિક્ષક પાણીપુરીની લારી ચલાવવા મજબૂર બન્યો - Sandesh
  • Home
  • Videos
  • ગોલ્ડમેડલ મેળવેલો શિક્ષક પાણીપુરીની લારી ચલાવવા મજબૂર બન્યો

ગોલ્ડમેડલ મેળવેલો શિક્ષક પાણીપુરીની લારી ચલાવવા મજબૂર બન્યો

 | 10:30 am IST

એમ તો કોઈ પણ કામ નાનું નથી હોતું, પરંતુ એમ.એ, બીએડ એમએ કરેલો શિક્ષિત યુવક જયારે શિક્ષક તરીકેની નોકરી ન મળતા પાણીપુરીની લારી ચલાવે તો સમાજમાં શિક્ષીત લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહેવાય.

રાજ્યમાં શિક્ષણ માફીયાઓ ફીના મામલે તો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ગયા છે, પરંતુ એ લોકો શિક્ષકોનું પણ શોષણ કરીને તેમને પૂરતો પગાર નથી આપતા. શિક્ષકો સ્વમાન ભેર જીવી શકે તેટલો રોજગાર પણ તેમને અપાતો નથી. ત્યારે એક ખાનગી શાળામાં 5 વર્ષ સુધી નોકરી કર્યા બાદ નોકરીમાંથી છુટા કરી દેવાયેલા વડોદરાના શિક્ષક રાકેશ યાદવ આજે પાણીપુરી વેચવા મજબૂર બન્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી બીકોમ, બીએડ અને ત્યાર બાદ એમ.એ કરેલા રાકેશ યાદવે હિન્દીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. સામાન્ય પરિવારમાં ખૂબ જ સંઘર્ષ કરી અભ્યાસ પૂર્ણ કરેલા રાકેશને એવું હતું કે અભ્યાસ બાદ તેમની આર્થિક સમસ્યાઓનું સમાધાન આવી જશે. જોકે નોકરીના પાંચ વર્ષ બાદ તેમને નોકરીમાંથી છુટા કરી ફરી જોઈન્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. કેમ કે તેમને યુવા કર્મચારીઓના લાભ ના આપવા પડે. આખરે તેમણે કંટાળીને શિક્ષણ જગતથી દૂર થઇ પાણીપુરીની લારી ચલાવે છે.

વડોદરાના યુવકની આ આપવીતી બતાવે છે કે, રોજગારની પરિસ્થિતિ શું છે. સમાજમાં એવા પણ લોકો છે, જેઓ આ યુવકની જેમ ભણેલા હોવા છતા, ગમે તે કામો કરવા મજબૂર બન્યા છે.