Gold plays 'economic' threat, new gold record in lockdown
  • Home
  • Business
  • કોરોનાનાં મહાસંકટ વચ્ચે સોનાની દુનિયાને આડકતરી રીતે આર્થિક સંકટની ચેતવણી

કોરોનાનાં મહાસંકટ વચ્ચે સોનાની દુનિયાને આડકતરી રીતે આર્થિક સંકટની ચેતવણી

 | 7:35 pm IST

કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયામાં આર્થિક ગતિવિધિઓ થંભી ગઇ છે. જ્યાં સુધી કોરોનાની કોઇ સટીક સારવાર મળી જતી નથી, ત્યાં સુધી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર ફરી શકે તેમ નથી. આથી બહાર આવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ આર્થિક સ્થિતિ ઠીક થઇ રહી નથી.

ત્યાં જ બીજી તરફ જ્યારે-જ્યારે દુનિયામાં આર્થિક સંકટ આવ્યુ છે સોનાએ પોતાની મચક વિખેરી છે, વધુ એક વખત સોનું રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ છે. સતત બીજા દિવસે ગોલ્ડની કિંમતમાં રેકોર્ડ ઉછાળો આવ્યો છે.

સોમવારે ભારતીય શેર માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો, સરકારના 20 લાખ કરોડના આર્થિક પેકેજની ઘોષણા બાદ પણ સોમવારે સેન્સેક્સ 1068 અંકના ઘટાડા સાથે 30,029 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 313 અંકના ઘટાડા સાથે 8823 પર બંધ થયો. બેંકિંગ શેર સૌથી વધારે તૂટ્યા.

આ દરમિયાન સોમવારે જેમજેમ શેર માર્કેટ નીચે આવી રહ્યું હતું, સોનું રેકોર્ડ સ્તર પર પહોંચી રહ્યું હતું. કારણ કે લોકો આ અસ્થિરતાભરેલા મોહાલમાં સુરક્ષિત રોકાણ માટે સોનામાં ખુબ રોકાણ કરી રહ્યા છે. જેના કારણે કારોબાર દરમિયાન 10 ગ્રામ સોનાનો ભાવ 47,929 રૂપિયા સુધી પહોંચી ગયો.

ખરેખર 18 મેના રોજ MCX પર જૂન ગોલ્ડ ફ્યૂચર્સ પ્રાઇસ 369 રૂપિયાના વધારા સાથે 47750 પર પહોંચી ગયુ. કારોબાર દરમિયાન 47,929 રૂપિયાના સ્તર પર પણ ગયું. જાણકારો જણાવી રહ્યા છે કે, આગામી કેટલાક સેશનમાં સોનાનો ભાવ 50,000 રૂપિયાની પાર જઇ શકે છે.

ત્યાં જ સિલ્વર ફ્યૂચર પણ શુક્રવારે બંધ ભાવ કરતા 3 ટકાના ઘટાડા સાથે 48,053 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું. શુક્રવારથી અત્યાર સુધીમાં તેના ભાવમાં 2586 રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરા – શ્રમિકોને લઈ જતી બસમાં આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન