સોનામાં સકારાત્મક વલણ જોવા મળશે - Sandesh

સોનામાં સકારાત્મક વલણ જોવા મળશે

 | 1:05 am IST

કોમોડિટી ચાર્ટની નજરેઃ અનુજ

એમસીએક્સ ગોલ્ડના ઓક્ટોબર વાયદામાં આગામી સપ્તાહે સકારાત્મક વલણ જારી રહેશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે જે સુધારો દર્શાવે છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૦.૯૧ છે. એમએસીડી પણ નેગેટિવ છે જોકે તે પોઝિટિવ થવાની સંભાવના છે. નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૨૯,૯૬૫ અને રૂ.૨૯,૭૦૦નો મજબૂત સપોર્ટ છે. જો સુધારા તરફી ચાલમાં ગોલ્ડ વાયદો રૂ.૩૦,૭૮૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ વટાવે તો ભાવમાં રૂ.૩૧૨૧૫ સુધીની તેજીની ધારણા રાખવી. વિતેલ સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. ૨૯૯૧૦ના મથાળે ખુલીને સપ્તાહની શરૂઆતમાં જ રૂ.૨૯,૮૮૩ની નીચી સપાટી બની હતી. જો કે ત્યારબાદ ભાવ ઊછળ્યા હતા અને રૂ.૩૦,૩૫૯ની ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. વાયદો અંતે માત્ર ૧.૩૫ ટકાના સાપ્તાહિક સુધારામાંં રૂ.૩૦,૩૦૬ના સ્તરે બંધ થઇ રહ્યો હતો.

એમસીએક્સ સિલ્વરમાં નેગેટિવ ટ્રેન્ડ

એમસીએક્સ ચાંદી વાયદાના ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં મિશ્ર ચાલ સાથે નકારાત્મક વલણ રહેવાની સંભાવના છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ. ૩૭૨૭૫નો ટેકો અને ત્યારબાદ રૂ. ૩૬.૧૪૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો બીજી બાજુ જો વાયદો રૂ.૩૮,૮૭૫ની પ્રતિકારત્મક સપાટી કૂદાવે તો ચાંદીમાં રૂ.૩૯,૩૨૫ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય છે. હાલ ભાવ ૧૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે જે નબળાઈ દર્શાવે છે. એમએસીડી પણ નેગેટિવ છે.

ક્રૂડ ઓઇલ વાયદો આગેકૂચ કરશે

એમસીએક્સ ક્રૂડ ઓઇલના સપ્ટેમ્બર ફ્યુચર કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે તેજી તરફી વલણ જોવા મળશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઔઇએમએની ઉપર બંધ છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૬૩.૦૩ છે. જો કે એમએસીડી ઘટીને નેગેટિવ થઇ શકે છે. નવા સપ્તાહે ક્રૂડ વાયદામાં ટૂંકા ગાળા માટે રૂ.૪૮૨૦નો સપોર્ટ અને રૂ.૪,૬૮૦નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૫૦૯૦નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ. ૫,૧૭૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

ધાણા વાયદામાં મંદીની ચાલ

એનસીડીઇએક્સ ધાણાના સપ્ટેમ્બર કોેન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે નકારાત્મક વલણ રહેવાની શક્યતા છે. ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૪.૫૮ છે. જોકે એમએસીડી એ પોઝિટિવ છે.

ટૂંકા ગાળા માટે ધાણા વાયદામાં રૂ.૪,૫૦૦નો ટેકો અને ત્યારબાદ રૂ.૪,૩૨૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. જો તેજીની ચાલમાં વાયદો રૂ. ૪,૮૨૫ની મહત્ત્વની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ.૫,૦૨૦ સુધીનો ઊછાળો આવી શકે છે.

મેન્થા તેલ વાયદામાં મક્કમ વલણ

એમસીએક્સ મેન્થા ઓઇલના સપ્ટેમ્બર વાયદામાં આગામી સપ્તાહે સકારાત્મક વલણ રહેવાની ધારણા છે. ધાણા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧,૭૬૦નો ટેકો અને રૂ.૧,૬૮૫નો સ્ટ્રોંગ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧,૯૦૦નું રેઝિસ્ટન્ટ અને રૂ.૨,૦૧૮નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. એમએસીડી એ પોઝિટિવ છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૭૨.૭૬ છે. જો કે આરએસઆઇ ઓવરબાઇટ ટેરીટરીમાં અને ઊંચા મથાળે નફા વસૂલી આવી શકે છે.

સોયાબીન વાયદામાં મંદી જારી

એનસીડીઇએક્સ સોયાબીનના ઓક્ટોબર વાયદામાં મંદી યથાવત્ રહેશે. ચાર્ટ ઉપર ગત સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૨૭૦ના મથાળે ખૂલ્યો હતો જે સપ્તાહ દરમિયાન ઊંચી સપાટી બની રહી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન રૂ.૩,૧૫૮ના કોન્ટ્રાક્ટના નવા તળિયે ક્વોટ થયા હતા. અંતે સોયાબીન વાયદો ૦.૭૪ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩૨૨૫ બંધ રહ્યા હતા. જ્યારે પાછલાં સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૨૪૯ના મથાળે બંધ થયો હતો. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઇ ઘટી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૩૬.૮૩ છે. જો કે એમએસીડી પોઝિટિવ છે. ટૂંકા ગાળા માટે સોયાબીનમાં રૂ.૩,૧૫૦નો ટેકો અને ત્યારબાદ રૂ.૩,૦૨૫નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ વાયદો રૂ.૩૩૨૦ની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ.૩,૪૫૦ સુધીના ઊછાળાની ધારણા રાખવી.