gold price by diwali gold is 49 thousand rupees global factors are expected to increase the price
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દિવાળી સુધીમાં સોનું પહોંચશે 49 હજારની નજીક, જલ્દી કરો ખરીદી

દિવાળી સુધીમાં સોનું પહોંચશે 49 હજારની નજીક, જલ્દી કરો ખરીદી

 | 7:34 pm IST
  • Share

  • જલ્દી વધી શકે છે સોનાની કિંમતો
  • દિવાળી સુધીમાં સોનું થશે રૂ. 49 હજારની નજીક
  • આ કારણો ભાવવધારા માટે છે જવાબદાર

સોનાની કિંમતોમાં કેટલાક સમયથી સામાન્ય વધારો અને ઘટાડો આવી રહ્યો છે. વૈશ્વિક કારણોને લીધે સોનાનો ભાવ વધી રહ્યો છે. સર્રાફા બજારમાં આ મહિને સોનું 499 રૂપિયા મોંઘું થયું છે. 1 ઓક્ટોબરે સોનું 46467 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું જે હવે રૂ. 46966 રૂપિયા થયું છે. ચાંદીની વાત કરીએ તો 1 ઓક્ટોબરે 59408 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતું હવે તે 61 375 રૂપિયા થયું છે. ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં ચાંદીમાં 1967 રૂપિયાનો વધારો થયો છે.

ડોલરના મજબૂત થવાથી વધ્યું દબાણ

મળતી માહિતી અનુસાર ડોલરના મજબૂત થવાથી સોના ચાંદીની કિંમતમાં વધારો થયો છે. જો કે કાચા તેલના ભાવ વધવાથી આવનારા મહિનામાં પેટ્રોલ – ડીઝલના ભાવ વધવાની શક્યતા છે. તેનાથી મોંઘવારી વધી છે અને એવામાં સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે. આ કારણે દિવાળી સુધી સોનાના ભાવ 49 હજાર સુધી જઈ શકે છે.

સોમવારે થોડા ઘટ્યા હતા ભાવ

અઠવાડિયા પહેલા કારોબારી દિવસે સોનાના ભાવ ઘટ્યા હતા. વાયદા બજારમાં આજે MCX પર સોનું 45 રૂપિયાનો ઘટાડો આવ્યો અને નવો ભાવ 46,992 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. સર્રાફા બજારમાં સોનું 14 રૂપિયા સસ્તુ થયું છે અને 46,966 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યું છે.

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા
તમે સોનાની શુદ્ધતા ચેક કરવા ઈચ્છો છો તો તેને માટે સરકારની તરફથી એક એપ બનાવાયું છે. ‘BIS Care app’થી ગ્રાહક સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે. આ એપની મદદથી ફક્ત સોનાની શુદ્ધતાની તપાસ નહીં પણ તેની સાથેની ફરિયાદ પણ કરી શકાય છે. જો તેમાં કોઈ મુશ્કેલી લાગે તો તમે તેની ફરિયાદ પણ અહીંથી કરી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો