Gold Price crosses first time Rs 40000 per 10 gram Donald Trump Tweet
  • Home
  • Business
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના એક જ ટ્વિટે વધારી દીધો ભારતીયોના લગ્નનો ખર્ચ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના એક જ ટ્વિટે વધારી દીધો ભારતીયોના લગ્નનો ખર્ચ

 | 7:23 pm IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારતીયોના લગ્નના ખર્ચ એક જ ઝાટકે વધારી દીધો છે. ડૉનાલ્ડ ટ્રમ્પના એક જ ટ્વિટે ભારતીયોના લગ્ન મોંઘા કરી દીધા છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરના કારણે સોનાની કિંમતમાં ભારે ઉછાળો જોવા મળી રહી છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવમાં ચાલી રહેલી તેજી હાલ તો અટકવાની શક્યતા નથી. જેથી આવનાર સમયમાં લગ્નની સીઝનમાં સોનાના ઘરેણા બનાવવા વધારે મોંઘા થશે. કારણ કે છેલ્લા 8 જ મહિનામાં સોનાનો ભાવ 31 હજાર રૂપિયાથી વધીને 40 હજાર પહોંચી ગયો છે.

તો ટ્રમ્પના એક જ ટ્વિટથી સોનુ કેવી રીતે બન્યું મોંઘુ?

સોનામાં આગઝરતી તેજીનું કારણ ડૉનાલ્ડ ટ્રમ્પ છે. ઈન્ડિયા બુલિયન એંડ જ્વેલરી એસોસિએશનના નેચનલ સેક્રેટરી સુરેન્દ્ર મેહતાનું કહેવું છે કે, સોનું અને ચાંદીનું બજાર ના તો કોઈ ફંડામેંટલથી નાતો કોઈ એનાલિસિસથી કે ચાર્ટથી ચાલે છે, પરંતુ ટ્રમ્પની એક ટ્વિટના કારણે તેમાં તેજી આવી છે. એ અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે કે, ક્યારે ભાવ વધશે અને ક્યારે ઘટશે. પરંતુ વર્તમાન તેજીના કારણે ઘરઘથ્થુ માંગણીમાં 50 ટકા ઘટાડો નોંધાયો છે.

ટ્રમ્પના એક ટ્વિટની અસર

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલુ ટ્રેડ વોર વધારે ઘેરુ બન્યું છે. ચીન દ્વારા ડ્યુટી વધારવાનીએ જાહેરાત બાદ અમેરિકાએ ચીન પર વધુ 250 અબજ ડોલરના ઉત્પાદનો પર ડ્યુટી 50 ટકા વધારીને 30 ટકા કરી દીધી છે. સાથે જ 300 અબજ ડૉલરના ઉત્પાદનો પર ડ્યુટી 10 ટકા વધારીને 15 ટકા કરી નાખી છે.

ટ્રમ્પ અવારનવાર ચીનને લઈને કોઈને કોઈ ટ્વિટ કરતા રહે છે. જેના કારણે દુનિયામં ટ્રેંશન વધે છે. બંને વિશાળ ઈકોનોમી વચ્ચે તણાવ વધતા વૈશ્વિક અર્થતંત્ર પર નબળી અસર પડી રહી છે. દુનિયાભરની અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીના કારણે રોકાણકારો પણ મુંઝવણ ભરેલી સ્થિતિમાં છે. આઈએમએફ અને વર્લ્ડ બેંકના અહેવાલમાં પણ વૈશ્ચિક આર્થિક વિકાસ દર ઘટવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જેના કારણે સોનામાં રોકાણ  વધતા તેના ભાવમાં આગ ઝરતી તેજી આવી છે.

 ભારતમાં બે રીતે નક્કી થાય છે સોનાના ભાવ

 ભારતમાં સોનાના ભાવ બે રીતે નક્કી થાય છે. જ્યોચર માર્કેટ એટલે કે વાયદા બજાર અને સ્પોટ પ્રાઈસ વર્તમાનમાં હાજર રહેલા સોનાને લઈને પણ બંને કિંમતો જુદી જુદી હોય છે. સામાન્ય ગ્રાહકોને સ્પોટ પ્રાઈઝ પર સોનું ખરીદવું સસ્તુ પડે છે. ફ્યૂચર પ્રાઈઝ વાયદા બજાર સંપુર્ણ રીત્રે વ્યાપારીઓ માટે હોય છે. અને ત્યાં જ સોનાના ભાવમાં સૌથી વધારે ચડાવ-ઉતાર જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન