gold price down as much as-5 percent rout in seven years
  • Home
  • Business
  • સોનાએ ચળકાટ ગુમાવી, કિંમતોમાં આવ્યો 7 વર્ષનો સૌથી મોટો કડાકો

સોનાએ ચળકાટ ગુમાવી, કિંમતોમાં આવ્યો 7 વર્ષનો સૌથી મોટો કડાકો

 | 10:02 am IST

કોરોનાવાયરસની વેક્સિનના સમાચારને લીધે વિશ્વભરના શેર બજારોમાં ખરીદી જોવા મળી રહી છે. જેના કારણે સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે. સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવ 5 ટકાથી વધુ ઘટ્યા છે. નિષ્ણાતો કહે છે કે સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. વર્તમાન સ્તરે કિંમતોમાં 5-8 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. મંગળવારે, દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવ રૂ. 1,317 પ્રતિ ગ્રામ ઘટ્યા હતા. તે જ સમયે, એક કિલો ચાંદીની કિંમત રૂ. 2,943 ઘટી છે.

શું થયું, જેના કારણે સોનામાં ઘટાડો થયો
અમેરિકન શેર બજારોમાં ખરીદી જોવા મળી છે જેના કારણે રોકાણકારોનો ટ્રેન્ડ હવે શેરબજાર તરફ વળી ગયો છે. કોરોના રસીના સમાચારોએ બજારમાં સકારાત્મક અસર જોવા મળી હતી. અમેરિકી શેરબજારનો ઇન્ડેક્સ S&P 500 નવા રેકોર્ડની નજીક પહોંચ્યો છે.

હવે શું થશે?
નિષ્ણાતો જણાવે છે કે મુશ્કેલ સમયે સોનામાં ઘણીવાર તેજી આવે છે. 1970ની મંદીમાં સોનાના ભાવ નવી ટોચ પર પહોંચ્યા હતા. આ પછી 2008ની આર્થિક મંદીમાં સમાન તબક્કો જોવા મળ્યો. જો તમે આંકડાઓ પર નજર નાખો તો, 80ના દાયકામાં સોનું સાત ગણા કરતાં વધુ ચળકીને 850 પ્રતિ ડૉલરની વિક્રમી સપાટી પર પહોંચી ગયું હતું.

2008ના વૈશ્વિક નાણાકીય કટોકટી પછી આ ફરી વધ્યું હતું, જે 2011માં 1900 ડૉલરને પાર કરી ગયું હતું. પણ ત્યારે ઘણું ઘટી ગયું હતું. તેથી જ હવે એવું માનવામાં આવે છે કે જો કોરોના રસી આવી છે બજારમાં ફરી રોકાણકારો વધશે અને તો સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થશે.

તો શું હવે ભારતમાં સોનું સસ્તુ થશે?
નિષ્ણાંતો કહે છે કે જેમ કોરોના રસી અંગેના સમાચાર આવશે. તેમ સોનાના ભાવ પર દબાણ વધશે. હાલના સ્તરે સોનાના ભાવમાં 5થી 8 ટકાનો ઘટાડો આવી શકે છે.

આ વીડિયો જુઓ: કોરોના કહેર વચ્ચે વૈષ્ણોદેવી યાત્રાને લીલીઝંડી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન