સોનાના ભાવો ચોથા ક્વાર્ટરમાં તેજી તરફ... - Sandesh

સોનાના ભાવો ચોથા ક્વાર્ટરમાં તેજી તરફ…

 | 3:23 am IST

બુલિયન વોચઃ નલિની પારેખ

કિંમતી ધાતુ માટેનો આ જલ્લાદ, ક્રૂર અને કપરો સમય પૂરો થયો છે તથા તમોને ભૂતકાળમાં દેખાયેલ તેજી ફરી સાચી પડે તેવું લાગે છે તેવું સોનાના એનાલિસ્ટ બ્રિયાન લ્યુડીન જણાવીને ઉમેરે છે કે સોના તથા ચાંદીના ભાવ ૨૦૧૮ના વર્ષના ૪થા ક્વાર્ટરમાં તેજીની હવા પૂરશે અને ભાવો ઊંચકાશે.

તાજા આંકડાઓ દર્શાવે છે કે, અમેરિકાની સોનાની જ્વેલરીમાં હાલની અમેરિકાની સોનાના સિક્કા તથા લગડીની માગ કરતા પાંચ ગણી વધી છે. વર્ષ ૨૦૧૪માં સૌએ આગાહી કરેલી કે સોનાના ભાવમાં ફરી તેજી આવશે અને તેજી આવી જ ગઇ તેવું સૂચન કરે છે. વિશ્વની સોનાની જ્વેલરીની માગ હાલના વિશ્વના કુલ સોનાની માગનો ૫૦ ટકા જેટલો ભાગ દર્શાવે છે અને લાગે છે કે આવતા એક દાયકામાં આ માગ વધીને ૭૫ ટકા જેટલી થાય તેથી આપણે તેને ‘સોનાનો આખલો’ કહી શકીએ.

આવતા એક દાયકામાં અમેરિકાની સોનાની જ્વેલરીની માગ લગભગ ૪૦ ટન પ્રતિ માસની રહેશે. ઉપરાંત રોકાણકારો જેઓ ખૂબ જ સારી રીતે ગણતરી કરી શકે છે તેઓ સાદું ગણિત ગણીને જાણશે કે આ સોનાની માગનો વધારો ૬%થી ૮% પ્રતિ વર્ષ સોનાની જ્વેલરી ર્વિસસેસ સોનાની ખાણનો નજીવો વધારો મુખ્યત્વે સોનાના ભાવને વધારાનું કારણ બનશે અને આ જ કારણે આપણે તે અમેરિકાના જ્વેલરી ક્ષેત્રને મહત્ત્વતા આપીશું.

સોનાના બુલિયન સામે ઉત્તર અમેરિકાની ખાણોના લગભગ દરેક શેરો કંગાળ જેવી સ્થિતિ ધરાવે છે. ત્યારે જ્વેલરીના શેરની સુપરસ્ટાર જેવી રળિયામણી સ્થિતિ બની છે. ટીફનીનું સોના સામેનું વિશાળકાય કદનું પ્રતીક  અમેરિકામાં સોનાનો સ્ટોકને પોતાના પોર્ટફોલિયોમાં સમાવી તેમાં વધારો કરીને પોતાના પોર્ટફોલિયોને વધુ મજબૂત અને સદ્ધર બનાવે છે.

ત્યારે એવો પ્રશ્ન ઊભો થાય છે કે, તેમાં સોનાનું પોતાનું શું? તથા તેમાં ટૂંકા ગાળાના સમયનું વલણનું શું? અને તે ૨૦૧૮ ડિસેમ્બર માસનું પ્રતિબિંબ પાડશે.

ઓગસ્ટ માસમાં સોનાએ ખૂબ જ કરુણ અને કંગાળ ૧,૧૭૦ ડોલર પ્રતિ ઔંસનો ભાવ દાખવેલ ત્યાર બાદ સોનામાં ૫૦/૫૦ ડોલર પ્રતિ ઔંસની રેલીએ સોનાના ભાવને ૧,૨૨૦ ડોલર પ્રતિ ઔંસના ભાવ પર લઇ જઈને અર્ધબેભાન અવસ્થાએ તેનો પ્રતિકારનો સામનો ઔકરવો પડેલ.

આ બબ્બેવાર સોનાના નીચા ભાવને ડબલ ધોરણે મંદીની અવસ્થાએ પહોંચાડવાનો નમૂના તરીકે રજૂ કરવાનો દાખલો ગણાવી શકાય. આવી અવસ્થાને કારણે સોનાએ પ્રારંભના સમયે વધુ વોલ્યુમના વેપાર સાથે નીચા ભાવ દાખવીને ફરી તેજીના પેંગડામાં ભેરવીને ફરી બીજી વાર મંદીને નોતરી હતી. આ પ્રમાણે સોનામાં તેજી-મંદીનું વિષચક્ર યોજાયું છે. સોના બજારની નરમાઈ શુક્રવારના રોજ અમેરિકાના જોબ ડાટા આવે ત્યાં સુધી ટકી રહે. ત્યાર બાદ સોનાના ભાવમાં તેજીનું વલણ અમેરિકાના જોબ ડેટાના આંક જાહેર થયા બાદ શરૂ થાય એવી શક્યતાઓ છે.

છેલ્લે વિશ્વની નાણાકીય અને રાજકીય કટોકટી, ડોલરની વધઘટ, ટેરિફની લડાઈ, તેલના વધતા ભાવો, ઘણાં દેશોના ચલણમાં ડોલર સામેનો ઘટાડો, ફેડની નીતિમાં થનાર ફેરફાર અને વ્યાજના દરમાં થનાર વધારો વગેરે જોતાં સૌએ સમજવા જેવું છે કે નવા નવા ઇન્વેસ્ટરોએ નિષ્ણાતોની સલાહ લઈને સોનામાં રોકાણ કર્યું હતું અને પોતાના નાણાંના મૂલ્યની સલામતી માટે સોનાને પોતાના પોર્ટફોલિયોમાં વધુ મહત્ત્વ આપવું તથા લાંબાગાળે સોનાના ભાવોમાં તેજી આવતા વ્યાજ સહિત રોકાણકારોને પોતાની મૂડી સલામત પાછી મળે તેવી વ્યવસ્થા કરવી રહી. આમ દરેક સંજોગો જોતાં વ્યૂહાત્મક રીતે નાણાંનું રોકાણ આંકડાકીય રમત રીતે સંભવતા સોનાની માગ વધતા સોનું તેજીની દિશા પકડશે.