Gold Price may down in future due to coronavirus issue
  • Home
  • Business
  • ‘કોરોના’ના પ્રકોપ વચ્ચે સોનાની ચમક ફિક્કી પડી! છેલ્લા એક મહિનામાં આટલા ઘટ્યા ભાવ

‘કોરોના’ના પ્રકોપ વચ્ચે સોનાની ચમક ફિક્કી પડી! છેલ્લા એક મહિનામાં આટલા ઘટ્યા ભાવ

 | 2:52 pm IST

‘કોરોના’ કહેર, બજારમાં કડાકો, વૈશ્વિક મંદી અને રૂપિયામાં કમજોરી…એક બેકાબૂ સ્થિતિ તરફ ઇશારો કરી રહ્યા છે. શેર માર્કેટમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે. સોમવારે પણ માર્કેટ ધડામ કરી પછડાયું અને લોઅર સર્કિટ લાગતા ટ્રેડિંગ થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારે હવે એવી સ્થિતિમાં રોકાણકારો ડરેલા છે. રોકાણ કરવા માટે કયો વિકલ્પ યોગ્ય છે તે અંગે વિચાર કરી રહ્યા છે.

5,500 રૂપિયા તૂટ્યું સોનું:

હાલની ગંભીર સ્થિતિઓમાં સોનું એક એવું વિકલ્પ દેખાઈ રહ્યું છે જ્યાં રોકાણ કરી શકાય છે. ઘરેલું માર્કેટમાં સોનાના ભાવ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં તૂટતા નજરે આવ્યા હતા. જો કે, સોમવારે વાયદા માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે અને અંદાજે સોના-ચાંદીના ભાવ 1-1.50 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા એક મહિનામાં સોનાના ભાવ 5,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પટકાયા છે. જ્યારે માત્ર 6 મહિનામાં સોનાના ભાવ 40,000ની નીચે પહોંચ્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે જો આ ટ્રેડ આગામી 15 દિવસ સુધી ચાલુ રહ્યો તો સોનાની ઘરેલું કિંમત 10 ગ્રામ દીઠ 3,000 સુધી ગગડી શકે છે અને ભાવ 30,000ની નીચે પહોંચે એવા અનુમાન છે.

આજે ભાવમાં વધારો:

મીડિયા રિપોર્ટ મુજબ વાયદા માર્કેટમાં સોનું 40,000 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે પરંતુ ઘરેલું માર્કેટમાં તેની કિંમત 38 હજાર નજીક બોલાઈ રહી છે. જ્યારે છેલ્લા અમુક સત્રની વાત કરીએ તો તેમાં સોનાના ભાવ 5,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પટકાયા છે. ત્યારે સોનાની કિંમત 44,500 પ્રતિગ્રામ હતી.

આ વીડિયો પણ જુઓ: કલેકટર, મ્યુ. કમિશનર અને પોલીસ કમિશનરની સંયુક્ત પ્રેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન