Gold price on 12th October 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સોનાના ભાવમાં ઉછાળો છતાંય ઑલ ટાઇમ હાઇથી રૂ.9000 સસ્તુ

સોનાના ભાવમાં ઉછાળો છતાંય ઑલ ટાઇમ હાઇથી રૂ.9000 સસ્તુ

 | 2:27 pm IST
  • Share

  • સોનાના ભાવ રૂ.210ની તેજી સાથે રૂ.47261

  • ચાંદીના ભાવ રૂ.56 ઘટીને રૂ.61786/કિલોગ્રામ

  • ગયા વર્ષે ઑગસ્ટમાં સોનાના ભાવ રૂ.56200ની ટોચે પહોંચ્યા હતા

આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી છે. MCX પર ડિસેમ્બર ડિલિવરીવાળું સોનું આજે 48 રૂપિયાની તેજી સાથે ખૂલ્યું. બપોરે 1 વાગ્યે 210 રૂપિયાની તેજી સાથે 47261 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું. સવારના ટ્રેડિંગ સેશનમાં તે 47036 રૂપિયા નીચામાં અને ઉપરમાં રૂ.47261થી વધુ ઉપર ગયું હતું. બીજીબાજુ ડિસેમ્બર ડિલિવરીવાળી ચાંદી 56 રૂપિયાના ઘટાડા સાથે 61786 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર ટ્રેડ કરી રહી હતી.

પાછલા વર્ષોમાં સોનાએ કેટલું રિટર્ન આપ્યું?

જો વાત સોનાની કરીએ તો ગયા વર્ષે સોનાએ 28 ટકા રિટર્ન આપ્યું છે. તેની આગલી સાલમા પણ સોનાનું રિટર્ન અંદાજે 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે. જેમાં શાનદાર રિટર્ન મળે છે. પાછલા વર્ષોમાં સોનામાંથી મળેલ રિટર્ન તમારી સામે છે, જે દેખાડે છે કે રોકાણ કરવાથી ફાયદો જ છે.

આગળ માટે શું અનુમાન?

જાણકારોના મતે વર્ષના અંતિમ મહિનાઓમાં સોનું રેકોર્ડ સપાટી પર પહોંચી શકે છે. અમેરિકાના ઇકોનોમિક ડેટા અને ક્રૂડના વધતા ભાવથી મોંઘવારી વધવાની ચિંતા સોનાના ભાવને વધારવાનું કામ કરી શકે છે. આ સિવાય તહેવારો, લગ્ન સીઝનમાં પણ સોનાના ભાવને પુશ કરી શકે છે. ચીનમાં ચાલી રહેલા વીજળી સંકટના લીધે પણ ઇક્વિટી રોકાણકાર ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટની તરફ શિફ્ટ થઇ શકે છે. જો કે અમેરિકન ડોલરમાં મજબૂતીના લીધે સોનાના ભાવ પર દબાણ રહેવાની સંભાવના છે.

અંદાજે 9000 રૂપિયા સોનું સસ્તું થયું

સોનાના ભાવમાં ભલે આજે 210 રૂપિયાની તેજી જોવા મળી પરંતુ લાંબાગાળામાં જોવા જઇએ તો સોનું અંદાજે 9000 રૂપિયા સસ્તું થઇ ચૂકયું છે. ગયા વર્ષે ઑગસ્ટમાં સોનું 56200 રૂપિયાની ઉંચી સપાટી પર પહોંચી ગયું હતું અને અત્યારે સોનું 47200 રૂપિયા પ્રતિ દસગ્રામની સપાટીની નજીક પહોંચી ગયું છે. આમ સોનાના ભાવ અત્યાર સુધીમાં અંદાજે 9000 રૂપિયા તૂટી ચૂકયા છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ખરીદીનો શ્રેષ્ઠ મોકો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો