Gold price three-month high jumped to 48 thousand
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સોનું રૂ.48 હજારને પાર, જાણો હવે કયાં સુધી ભાવ પહોંચશે

સોનું રૂ.48 હજારને પાર, જાણો હવે કયાં સુધી ભાવ પહોંચશે

 | 7:00 am IST
  • Share

  • ક્ર્રૂડના ભાવમાં વૃદ્ધિ પાછળ ઈન્ફ્લેશનની ચિંતાને કારણે સોનાની ખરીદીમાં વધારો જોવા મળ્યો

  • સ્થાનિક બજારમાં તહેવારો પાછળ ગોલ્ડની ઊંચી માગ રહેશે. ભાવરૂ. 49,000 થી રૂ. 50,000 એ પહોંચી શકે

  • ગોલ્ડ અને બેઝ મેટલ્સ પાછળ ચાંદી પણ રૂ. 63,000ની સપાટી કુદાવી ગઈ

તહેવારોની સિઝન શરૂ થતાં સાથે જ સોનામાં મજબૂતી જોવા મળી છે. બુધવારે સ્થાનિક કોમેક્સ એમસીએક્સ ખાતે સોનાના ભાવ રૂ. 48,000ની સપાટી કુદાવી ત્રણ મહિનાની ટોચ પાર કરી ગયા હતા. વૈશ્વિક બજારમાં યુએસ ડોલરમાં નરમાઈ સાથે યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં ઘટાડાને પગલે સોનામાં ખરીદી નીકળી હતી. કોમેક્સ ખાતે સોનું 1787 ડોલર પ્રતિ ઔંસ પર છેલ્લા મહિનાની ટોચ પર ટ્રેડ થયું હતું. સોના પાછળ ચાંદીમાં પણ મજબૂતી જોવા મળતી હતી. જ્યારે બેઝ મેટલ્સ પણ સુધારો દર્શાવી રહી હતી.

એમસીએક્સ ખાતે ડિસેમ્બર ગોલ્ડ વાયદો બપોરના સમયે રૂ. 109ના સુધારા સાથે રૂ. 48,025 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તેણે રૂ. 48,045ની ટોચ દર્શાવી હતી. બુધવારે તે રૂ. 47,916 પર બંધ રહ્યો હતો. અગાઉ જુલાઈ મહિનાની શરૂમાં સોનાએ રૂ. 48 હજાર પર ટ્રેડ દર્શાવ્યું હતું. જ્યારબાદ તે ગગડીને રૂ. 45,500 પર ટ્રેડ થયું હતું. વૈશ્વિક બજારમાં પણ તે 1840 ડોલરની ટોચ દર્શાવી 1730 ડોલર સુધી ગગડયું હતું. જોકે છેલ્લા સપ્તાહમાં તે ફરીથી સુધારાતરફી જોવા મળ્યું છે. જેના મુખ્ય કારણોમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ અને તેને કારણે યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં જોવા મળતું કરેક્શન છે. ક્ર્રૂડના ભાવમાં વૃદ્ધિ પાછળ ઈન્ફ્લેશનની ચિંતા પાછળ સોનામાં ખરીદી વધી છે. ગયા શુક્રવારે યુએસ ખાતે રજૂ થયેલો નોન-ફર્મ પે-રોલ ડેટા અપેક્ષા કરતાં ખૂબ ખરાબ જોવા મળ્યો હતો. જે યુએસ ફ્રેડને ટેપરિંગ માટે પુનર્વિચાર કરવા માટે પ્રેરી શકે છે. ફ્રેડની છેલ્લી બેઠક બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બરથી તે ટેપરિંગ શરૂ કરશે. જોકે આ અપેક્ષાથી વિપરીત તે ટેપરિંગ મોકૂફ રાખશે તો સોનામાં એક ઝડપી સુધારો જોવા મળી શકે છે. જે વખતે તે 1800 ડોલરની સપાટી ઉપર ટ્રેડ દર્શાવી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે સોનાએ 1781 ડોલરની અવરોધની સપાટી પાર કરીને બ્રેકઆઉટ દર્શાવ્યો છે. તેના નવા ટાર્ગેટ્સ 1800 ડોલર અને 1820 ડોલરના રહેશે. સ્થાનિક બજારમાં તહેવારો પાછળ ગોલ્ડની ઊંચી માગ રહેશે. જેને કારણે પીળી ધાતુ રૂ. 49,000 અને ત્યારબાદ રૂ. 50,000ના સ્તર સુધીનો સુધારો દર્શાવી શકે છે. ટ્રેડર્સનું શુક્રવારે રજૂ થનારી યુએસ બિઝનેસ ઈન્વેન્ટરીઝ પર પણ ધ્યાન રહેશે. દરમિયાનમાં વિશ્વમાં સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ બુધવારે 0.2 ટકા ઘટી 982.70 ટન પર જોવા મળતું હતું. મંગળવારે તે 985.05 ટન પર હતું.

સોના પાછળ ચાંદીમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. ગુરુવારે એમસીએક્સ ડિસેમ્બર વાયદો રૂ. 493ના સુધારે રૂ. 63,380ની દિવસની ટોચ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે તાજેતરના રૂ. 58,000ના તળિયા સામે લગભગ 10 ટકા સુધારો દર્શાવી રહ્યો છે. ચાંદીને ગોલ્ડ ઉપરાંત બેઝ મેટલ્સમાં જોવા મળી રહેલી તેજીનો પણ સપોર્ટ મળી રહ્યો છે. ઝિંક, એલ્યુમિનિયમ, નિકલ, કોપર સહિતની ધાતુઓ તેમના ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ દર્શાવી રહી ઔછે. એમસીએક્સ એલ્યુમિનિયમે ગુરુવારે ઔરૂ. 253.80ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો