Gold Price Today 15th september
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સોનું રેકોર્ડસ્તરથી 9 હજાર રૂપિયા સસ્તું, તહેવારો પહેલા ખરીદવાનો યોગ્ય સમય, જાણો આજનો ભાવ

સોનું રેકોર્ડસ્તરથી 9 હજાર રૂપિયા સસ્તું, તહેવારો પહેલા ખરીદવાનો યોગ્ય સમય, જાણો આજનો ભાવ

 | 12:05 pm IST
  • Share

હાલમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 46,120 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ તોલા 50,340 રૂપિયા પર છે. જેમાં એક દિનસની તુલનામાં સામાન્ય ઉતાર-ચઢાવ જ જોવા મળ્યો છે. સોના અને ચાંદીનો ભાવ હાલમાં પોતાના રેકોર્ડ સ્તરથી 9 હજાર રૂપિયા સસ્તુ ચાલી રહ્યું છે. કિંમતોમાં ઘટાડાના કારણે વિશેષજ્ઞો માની રહ્યા છે કે, આ ખરીદારીનો યોગ્ય સમય છે, કારણ કે તહેવારોના આવતા જ સોના-ચાંદીમાં ફરીથી તેજી જોવા મળી શકે છે.

ગોલ્ડ રિટર્ન્સની વેબસાઇટ અનુસાર, દિલ્હીમાં એક ગ્રામ સોનાનો ભાવ 4614 રૂપિયા પર છે. જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 36,912 રૂપિયા છે. જો 100 ગ્રામ સોનાની વાત કરીએ તો તે 4,61,400 પર છે. આ તમામ ભાવ 22 કેરેટ સોનાના છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 5034 પર છે. એટલે કે પ્રતિ તોલા 50,340 રૂપિયા છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 62,806 રૂપિયા પર ચાલી રહ્યો છે.

ત્યાં જ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો અમદાવાદમાં 48,325 રૂપિયા ભાવ છે. ચાંદીનો પ્રતિ કિલો ભાવ 63,400 રૂપિયા છે.

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના હિસાબે અલગ પ્યોરિટીના સોનાનો ભાવ એક સ્ટાન્ડર્ડ ભાવ દેખાડે છે. આ તમામ કિંમતો ટેક્સ અને અન્ય મહેતાણા પહેલાની હોય છે. ખરેખરની કિંમત સોનું અથવા ચાંદી ખરિદતા સયમે વધારે થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન