NIFTY 9,405.95 +19.80  |  SENSEX 30,452.94 +87.69  |  USD 64.8225 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મુંબઈ: એરપોર્ટ પર રિયાધથી આવતા મુસાફર પાસેથી 30 લાખનું સોનું જપ્ત

મુંબઈ: એરપોર્ટ પર રિયાધથી આવતા મુસાફર પાસેથી 30 લાખનું સોનું જપ્ત

 | 3:36 pm IST

મુંબઈ એરપોર્ટ પર આજે રિયાધથી મેંગલોર આવી રહેલા એક શખ્સ પાસેથી 30 લાખના સોનાના બિસ્કિટ મળી આવ્યાં. જેટ એરવેઝની ફ્લાઈટથી રિયાધથી મુંબઈ પહોંચેલા મોહમ્મદ અલ્તાફ મોઈદીન નામના આ શખ્સને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ જડપી પાડ્યો હતો.

એરપોર્ટ પર તપાસ અર્થે જ્યારે સામાન જઈ રહ્યો હતો ત્યારે મોહમ્દ મોઈદીનના સામાનમાંથી 1160 ગ્રામના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યાં હતાં. ત્યારબાદ AIUના અધિકારીઓ સજાગ થઈ ગયા અને તે મેંગ્લોરની ફ્લાઈટ પકડે તે પહેલા જ મોઈદીનને પકડી લેવાયો હતો. શંકાના આધારે તેના સામાનને વધુ ચકાસણી માટે લઈ જવાયો હતો.

મોઈદીનના સામાનમાંથી 1160 ગ્રામના 10 સોનાના બિસ્કિટ મળી આવ્યાં હતાં જેની બજારકિંમત 29,68,585 જેટલી થવા જાય છે. 6 સોનાના બિસ્કિટ નાની થેલીમાં પેક કરાયા હતાં જ્યારે અન્ય ચાર બિસ્કિટ LED ઈમરજન્સી લાઈટની બેટરીની જગ્યાએ ભરવામાં આવ્યાં હતાં. આ લાઈટ તેની ચેક્ડ ઈન બેગમાં રાખવામાં આવી હતી. બધા સોનાના બિસ્કિટને ખુબ જ કાળજીપૂર્વક કાળા રંગની ખાસ ટેપથી પેક કરવામાં આવ્યાં હતાં.

1