Gold-Silver Price may decrease after December 2019
  • Home
  • Business
  • સોનાં-ચાંદીની કિંમતમાં આવશે જબરદસ્ત ઘટાડો, આ છે કારણ

સોનાં-ચાંદીની કિંમતમાં આવશે જબરદસ્ત ઘટાડો, આ છે કારણ

 | 4:43 pm IST

આવનારા દિવસોમાં સોનાં અને ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડો આવી શકે છે. ઈન્ટરનેશનલ માર્કેટથી મળેલાં નબળાં સંકેતોથી ઘરેલું બજારોમાં સોનાં-ચાંદીની કિંમતો પર દબાણ વધી રહ્યું છે. ઘરેલું વાયદા બજારમાં સપ્ટેમ્બરની તુલનામાં સોનાંની કિંમતોમાં લગભગ પાંચ ટકાનો ઘટાડો આવ્યો છે. જ્યારે ચાંદીની કિંમતોમાં 6000 રૂપિયા પ્રતિ કિલો સુધીનો ઘટાડો આવ્યો છે. બુલિયન એન્ડ જ્વેલર્સના એસોસિયેશનનાં અધ્યક્ષે જણાવ્યું કે, આગામી 3 મહિનામાં સોનાંની કિંમતોમાં ઘટાડો આવી શકે છે.

કોમોડિટી બજારનાં જાણકારો અનુસાર અમેરિકા-ચીન વેપાર વાર્તા સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. તેનાથી રોકાણકારોએ સોનામાંથી પૈસા નીકાળવાનું શરૂ કરી દીધું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શુક્રવારે સોનાની કિંમતોમાં ગત સત્ર કરતાં 317 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

4 સપ્ટેમ્બર 2-019ના રોજ સોનાંનો ભાવ MCX પર 39885 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલો ઉછળ્યો ગતો. શુક્વારે સોનાંની કિંમતોમાં 4.9 ટકાનો ઘટાડો આવ્યો હતો. સપ્ટેમ્બરની તુલનામાં ઘરેલું બજારોમાં સોનાની કિંમતોમાં લગભગ 1500 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે.

આ વીડિયો પણ જુઓઃ

બાબા રામપાલ વિરુદ્ધ FIR નોંધાવવા હાઈકોર્ટમાં રિટ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન