gold silver price today gold rises rs 687 silver jumps rs 2854
  • Home
  • Business
  • ભૂલી જાઓ સોના-ચાંદીના ભાવનો ઘટાડો! થઈ રહ્યો છે સતત વધારો જ વધારો, જાણો ગતિવિધિ

ભૂલી જાઓ સોના-ચાંદીના ભાવનો ઘટાડો! થઈ રહ્યો છે સતત વધારો જ વધારો, જાણો ગતિવિધિ

 | 11:04 pm IST

રાજધાની દિલ્હીમાં આજે સોનાનો ભાવ રૂ .687 જેટલો વધીને એક તોલાનો ભાવ રૂ. 54,538 પ્રતિ 10 ગ્રામ થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર પીળી ધાતુ આ અગાઉના ટ્રેડિંગ સેશનમાં 10 ગ્રામ દીઠ રૂ. 53,851 પર બંધ થઈ હતી. ચાંદીની વાત કરીએ તો વધારે માંગને કારણે તેની કિંમત આજે રૂ .2,854 વધી અને પ્રતિ કિલો રૂ .65,910 પર પહોંચી ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ભાવ કિલો દીઠ રૂ. 63,056 હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં આટલો ભાવ છે

આ વિશે વાત કરતાં એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “24 કેરેટ સોનાના ભાવ દિલ્હીમાં જોરદાર રીતે શરૂ થયા હતા અને આંતરરાષ્ટ્રીય ભાવોના પ્રભાવને કારણે રૂ. 687 વધ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારોની વાત કરીએ તો ત્યાં સોનું એક ઓંસના 1,976 યુએસ ડોલર અને ચાંદીના 24 ડોલર પ્રતિ ઓંના સ્તરે ચાલી રહી છે.

એમસીએક્સ માર્કેટમાં આજે સવારે ઓક્ટોબરના સોનાના વાયદામાં 0.83 ટકાનો વધારો થયો છે અને તે 10 ગ્રામ દીઠ રૂ. 53,216 પર પહોંચી ગયો છે. જ્યારે ચાંદીનો વાયદો 1.4 ટકા એટલે કે 865 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વધીને રૂ. 63,535 પહોંચી ગયો છે. વૈશ્વિક બજારોમાં તેજીને કારણે આ અઠવાડિયે સોનાના ભાવ નવા ઉંચા સ્તર પર પહોંચ્યાં છે. પાછલા સત્રમાં ચાંદીમાં 4 ટકાનો ઘટાડો થયો છે. એટલે કે રૂ. 2,762 પ્રતિ કિલો ઓછો થયો. જ્યારે સોનામાં પણ 0.4 ટકાનો ઘટાડો થયો છે.

કોરોના વાયરસના વધતા જતા કેસોના કારણે પીળી ધાતુની માંગને સમર્થન આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે નવેમ્બરમાં થનારી યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી મોડી થવાની સંભાવના વ્યક્ત કરી હતી. ત્યારબાદ અમેરિકન ડોલર તેના બે વર્ષની નીચી સપાટીએ હતો. ઉલ્લેખનીય છે કે ડોલરમાં નબળાઇ એ અન્ય કરન્સીના ધારકો માટે સોનાને સસ્તું બનાવે છે.

આ વીડિયો પણ જુઓ: ભૂતપૂર્વ મહાસચિવ અમરસિંહનું નિધન થયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન