સોનામાં સાર્વત્રિક તેજીના સંજોગ - Sandesh

સોનામાં સાર્વત્રિક તેજીના સંજોગ

 | 1:12 am IST

કોમોડિટી ચાર્ટની નજરેઃ અનુજ

નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડના એપ્રિલ વાયદામાં તેજી અકબંધ રહેવાની ધારણા છે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ રહેતા સાર્વત્રિક ભાવ વધારાના સંકેતો મળ્યા છે. એમએસીડી પણ પોઝિટિવ થઇ ગયું છે. મજબૂત રેઝિસ્ટન્ટ સાથે ભાવ ટ્રેન્ડલાઇનમાં આગળ વધી રહ્યાં છે અને નવી લેવાલી નીકળશે. જો કે ઊંચા મથાળે સોનામાં પ્રોફિટ બુકિંગ પણ આવી શકે છે.

આગામી સપ્તાહ માટે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૨૯,૮૮૦નો સપોર્ટ અને રૂ.૨૯,૫૨૦નો સ્ટ્રોગ સપોર્ટ છે. જો સુધારા તરફી ચાલમાં ગોલ્ડ વાયદો રૂ.૩૦,૬૫૦૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ વટાવે તો ભાવમાં રૂ.૩૦,૯૫૦ સુધીની તેજીની ધારણા રાખવી.

પાછલાં સપ્તાહે ચાર્ટ ઉપર એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ.૩૦,૦૫૧ના મથાળે ખૂલ્યો હતો અને સપ્તાહની શરૂઆતમાં રૂ.૨૯,૮૮૩ના તળિયે જતો રહ્યો હતો. જોકે સપ્તાહના બીજા ભાગમાં ભાવ સુધારાની ચાલમાં રૂ.૩૦,૬૩૯ની ઊંચી સપાટીએ પહોંચ્યાં હતા. પણ ઊંચા મથાળે નફા વસૂલી નીકલતા વાયદો વાયદો અંતે માત્ર ૦.૨૦ ટકાના સાપ્તાહિક સુધારા સાથે રૂ.૩૦,૩૩૬ના મથાળે બંધ થયો હતો.

ચાંદી વાયદામાં સાંકડી વધઘટ

એમસીએક્સ સિલ્વરના માર્ચ વાયદામાં આગામી સપ્તાહે મિશ્ર વલણ જોવા મળશે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ.૩૭,૯૮૦નો ટેકો અને ત્યારબાદ રૂ.૩૭૦૫૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ જો માર્ચ વાયદો રૂ.૩૯,૦૭૫ની પ્રતિકારક સપાટી કૂદાવે તો ચાંદીમાં રૂ.૪૦,૪૮૫ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૪૭.૫૦ છે. જોકે એમએસીડી પોઝિટિવ છે.

ક્રૂડ ઓઇલમાં વધઘટે સુધારો

એમસીએક્સ ક્રૂડ ઓઇલના ફેબ્રુઆરી ફ્યુચર કોન્ટ્રાક્ટમાં આગામી સપ્તાહે વધઘટ સાથે સુધારા તરફી ચાલ રહેવાની ધારણા છે. હાલ વાયદો ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૭૪.૫૮ છે. ઊંચા મથાળેથી નફા વસૂલીનું જોખમ છે. એમએસીડી પણ પોઝિટિવ છે પરંતુ તે નેગેટિવ થવાની ધારણા છે.

નવા સપ્તાહે ક્રૂડ વાયદામાં ટૂંકા ગાળા માટે રૂ.૪,૦૩૫નો સપોર્ટ અને રૂ.૩,૮૯૫નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૪૨૭૫નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ.૪,૩૮૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

ધાણા વાયદામાં બેતરફી ચાલ

એનસીડીઇએક્સ ધાણાના એપ્રિલ કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે બે તરફી ચાલમાં પીછેહઠ જોવા મળશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઊપર છે. આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૮.૧૮ છે. એમએસીડી સકારાત્મક છે પરંતુ તે નકારાત્મક થઇ શકે છે.

ટૂંકા ગાળા માટે ધાણા વાયદામાં રૂ.૫૫૭૫નો ટેકો અને ત્યારબાદ રૂ.૫,૩૦૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. જો તેજીની ચાલમાં વાયદો રૂ.૬૦,૨૯૦ની મહત્ત્વની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ.૬,૨૦૦ સુધીનો ઊછાળો આવી શકે છે.

મેન્થા તેલમાં પીછેહઠ

એમસીએક્સ મેન્થા ઓઇલ ફેબ્રુઆરી વાયદામાં આગામી સપ્તાહે સાંકડી વધઘટ સાથે નકારાત્મક વલણ જોવા મળી શકે છે. ધાણા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧,૫૦૦નો ટેકો અને રૂ.૧,૪૩૮નો સ્ટ્રોંગ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧૬૨૫નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧૬૭૨નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું. હાલ ભાવ ૧૦ સપ્તાહના ઇએમઆઇની નીચે છે પરંતુ ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૫૫.૭૮ છે. જો કે એમએસીડી નકારાત્મક છે.

સોયાબીન વાયદામાં મજબૂતી

એનસીડીઇએક્સ સોયાબીનના ફેબ્રુઆરી વાયદામાં સકારાત્મક વલણ જોવા મળશે. ચાર્ટ ઉપર વિતેલા સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૬૮૦ના મથાળે ખૂલ્યા હતો અને સપ્તાહના પ્રથમ ભાગમાં જ રૂ.૩,૮૪૯ની કોન્ટ્રાક્ટની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જો કે બીજા સપ્તાહના બીજા ભાગમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ નીકળતા વાયદો ગગડીને રૂ.૩,૬૦૯ની નીચી સપાટીએ પટકાયો હતો. અંતે સોયાબીન વાયદો ૧.૦૬ ટકાના સાપ્તાહિક ઘટાડા સાથે રૂ.૩,૬૨૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે પાછલાં સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩૬૬૫ના મથાળે બંધ થયો હતો.

હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છેે. એમએસીડી પણ પોઝિટિવ ઝોનમાં છે. જોકે આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૭૪.૧૭ છે. જો કે ઊંચા મથાળે વેચવાલી જોવા મળી શકે છે. ટૂંકા ગાળા માટે સોયાબીનમાં રૂ.૩૪૭૫નો ટેકો અને ત્યારબાદ રૂ.૩,૩૭૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ વાયદો રૂ.૩,૭૧૦ની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ.૩,૮૫૦ સુધીના ઊછાળાની ધારણા રાખવી.