સોનામાં વધઘટે સુધારાની ચાલ રહેશે - Sandesh

સોનામાં વધઘટે સુધારાની ચાલ રહેશે

 | 3:26 am IST

કોમોડિટી ચાર્ટની નજરેઃ  અનુજ

એમસીએક્સ ગોલ્ડના ઓક્ટોબર વાયદામાં આગામી સપ્તાહે મિશ્રથી સકારાત્મક વલણ રહેશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે જે સુધારો દર્શાવે છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૨.૯૫ છે. જો કે એમએસીડી પણ નેગેટિવ છે પણ તે પોઝિટિવ થવાની સંભાવના છે. નવા સપ્તાહે એમસીએક્સ ગોલ્ડ ફ્યૂચર માટે રૂ.૩૦,૧૨૫ અને રૂ. ૨૯,૯૬૫નો મજબૂત સપોર્ટ છે. જો સુધારા તરફી ચાલમાં ગોલ્ડ વાયદો રૂ. ૩૦,૯૭૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ લેવલ વટાવે તો ભાવમાં રૂ. ૩૧,૪૨૫ સુધીની તેજીની ધારણા રાખવી.

એમસીએક્સ સિલ્વરમાં સાંકડી રેન્જમાં ટ્રેડિંગ

એમસીએક્સ ચાંદી વાયદાના ડિસેમ્બર કોન્ટ્રાક્ટમાં મિશ્ર ચાલ રહેવાની સંભાવના છે. જેમાં ટૂંકા ગાળા માટે રૂ. ૩૬,૧૪૦નો ટેકો અને ત્યારબાદ રૂ. ૩૫,૪૫૦નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો જરૂરી છે. તો બીજી બાજુ જો વાયદો રૂ.૩૭,૬૫૦ની પ્રતિકારત્મક સપાટી કૂદાવે તો ચાંદીમાં રૂ.૩૮,૧૦૦ સુધીના ઉછાળાની અપેક્ષા રાખી શકાય છે. હાલ ભાવ ૧૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે જે નબળાઇ દર્શાવે છે. એમએસીડી પણ નેગેટિવ છે. જો કે આરએસઆઇ આગળ વધી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૩૯.૪૩ છે.

ક્રૂડ ઓઇલ વાયદામાં સાંકડી વધઘટ

એમસીએક્સ ક્રૂડ ઓઇલના સપ્ટેમ્બર ફ્યૂચર કોન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે બે તરફી વલણ જોવા મળશે. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર બંધ છે. જો કે આરએસઆઇ પીછેહઠ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૯.૮૪ છે. એમએસીડી પણ નેગેટિવ છે. નવા સપ્તાહે ક્રૂડ વાયદામાં ટૂંકા ગાળા માટે રૂ.૪૭૧૫નો સપોર્ટ અને રૂ.૪,૫૨૫નો ફાઇનલ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૫,૦૧૩નું રેઝિસ્ટન્ટ અને ત્યારબાદ રૂ. ૫,૧૧૫નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવાની જરૂર છે.

ધાણા વાયદામાં બે તરફી ચાલ

એનસીડીઇએક્સ ધાણાના ઓક્ટોબર કોેન્ટ્રાક્ટમાં નવા સપ્તાહે મિશ્ર ચાલ જોવા મળશે. ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની ઉપર છે. આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરન્ટ રીડિંગ ૫૫.૧૩ છે. એમએસીડી પોઝિટિવ છે. જો કે તે ઘટીને નેગેટિવ થઇ શકે છે.

ટૂંકા ગાળા માટે ધાણા વાયદામાં રૂ.૫,૦૦૫નો ટેકો અને ત્યારબાદ રૂ.૪,૮૨૫નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. જો તેજીની ચાલમાં વાયદો રૂ. ૫,૪૨૦ની મહત્ત્વની પ્રતિકારક સપાટી કૂદાવે તો રૂ.૫,૬૦૦ સુધીનો ઊછાળો આવી શકે છે.

મેન્થા તેલ વાયદામાં મિશ્ર વલણ

એમસીએક્સ મેન્થા ઓઇલના સપ્ટેમ્બર વાયદામાં આગામી સપ્તાહે મિશ્ર વલણ રહેવાની ધારણા છે. ધાણા વાયદામાં શોર્ટ ટર્મ માટે રૂ.૧,૬૮૫નો ટેકો અને રૂ.૧,૬૩૫નો સ્ટ્રોંગ સપોર્ટ છે. તો બીજી બાજુ રૂ.૧,૮૩૨નું રેઝિસ્ટન્ટ અને રૂ.૧,૮૮૦નું સ્ટ્રોંગ રેઝિસ્ટન્ટ ધ્યાનમાં રાખવું. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઔઇએમએની ઉપર બંધ છે. એમએસીડી એ પોઝિટિવ છે. જો કે આરએસઆઇ આગેકૂચ કરી રહ્યું છે અને કરંટ રીડિંગ ૬૫.૪૨ છે.

સોયાબીનમાં ભાવ ઘટાડો યથાવત્

એનસીડીઇએક્સ સોયાબીનના ઓક્ટોબર વાયદામાં મંદી તરફી વલણ યથાવત્ રહેશે. ચાર્ટ ઉપર ગત સપ્તાહે સોયાબીન વાયદો રૂ.૩,૨૪૯ના મથાળે ખુલ્યો હતો અને સપ્તાહના બીજા ભાગમાં રૂ. ૩,૩૨૬ની ઊંચી સપાટી બનાવી હતી. જોકે સપ્તાહના બીજા ભાગમાં ભાવ ઘટયા હતા અને રૂ. ૩,૨૨૪ની નીચી સપાટીએ ક્વોટ થયો હતા. અંતે સોયાબીન વાયદો ૦.૫૦ ટકાના સાપ્તાહિક ઘટાડામાં રૂ.૩,૨૩૮ બંધ રહ્યા હતા. જ્યારે પાછલાં સપ્તાહે સોયાબીન વાયદો રૂ. ૩,૨૨૨ના મથાળે બંધ થયો હતો. હાલ ભાવ ૧૦ અને ૨૦ સપ્તાહના ઇએમએની નીચે બંધ છે. આરએસઆઇ ઘટી રહ્યું છે અને કરંટ રીડિંગ ૩૭.૮૩ છે. જો કે એમએસીડી પોઝિટીવ છે.

ટૂંકા ગાળા માટે સોયાબીનમાં રૂ.૩,૧૫૦નો ટેકો અને ત્યારબાદ રૂ. ૩,૦૨૫નો મજબૂત ટેકો ધ્યાનમાં રાખવો. તો બીજી બાજુ વાયદો રૂ.૩,૩૫૦ની પ્રતિકારક સપાટી કૂદાવે તો ઔરૂ. ૩,૪૫૦ સુધીના ઊછાળાની ધારણા રાખવી.