'ગોલ્ડન બોય' પાસે છે એક એવી જબરદસ્ત વસ્તુ, સલમાન પણ થઈ ગયો હતો સ્તબ્ધ! , જુઓ PICS - Sandesh
NIFTY 10,593.90 -88.80  |  SENSEX 34,889.44 +-259.68  |  USD 68.0400 +0.34
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ‘ગોલ્ડન બોય’ પાસે છે એક એવી જબરદસ્ત વસ્તુ, સલમાન પણ થઈ ગયો હતો સ્તબ્ધ! , જુઓ PICS

‘ગોલ્ડન બોય’ પાસે છે એક એવી જબરદસ્ત વસ્તુ, સલમાન પણ થઈ ગયો હતો સ્તબ્ધ! , જુઓ PICS

 | 10:22 am IST

દરેકનું એક સપનું હોય છે કે તે એક દિવસ ખુબ અમીર બને અને એશોઆરામનું જીવન જીવે. ભારતમાં અમીરોને જે સૌથી વધુ કઈ પસંદ હોય તો તે છે ગોલ્ડ એટલે કે સોનું. આપણા ત્યાં ગોલ્ડના એવા એવા શોખીનો મળી આવશે કે જેમણે ગોલ્ડના શર્ટથી લઈને સોનાના દાગીના સુધી પ્રેમ બતાવ્યો છે. બોલિવૂડના જાણીતા કમ્પોઝર અને સિંગર ભપ્પી લેહરીને જ જુઓ. તેમના શરીર પર ઢગલો સોનાના દાગીના મળી આવશે. જો કે અહીં એક એવા વ્યક્તિની વાત કરીએ છીએ કે જેને જોઈને તો બોલિવૂ઼ડ હસ્તીઓ પણ સ્તબ્ધ થઈ જાય છે.

મહારાષ્ટ્રમાં એક વ્યક્તિ છે જે કોઈ પણ ગોલ્ડ લવરને પાછળ છોડી શકે છે. આ વ્યક્તિ પાસે સોનાના જૂતા, કારથી લઈને મોબાઈલ સુદ્ધા છે. મહારાષ્ટ્રનો રહીશ સની વાઘચૌરે ગોલ્ડનો ખુબ શોખીન છે. સની અનેકવાર બોલિવૂડની હસ્તીઓ સાથે જોવા મળ્યો છે. બોલિવૂડ સ્ટાર વિવેક ઓબોરોય તેનો ખાસ મિત્ર છે. વિવેક જ્યાં પણ જાય સની તેની સાથે હોય છે. વિવેક ઓબોરોય જ્યારે ફિલ્મનું પ્રમોશન કરવા માટે કપિલ શર્માના શોમાં પહોંચ્યો હતો ત્યારે સનીને જોઈને કપિલ પણ હેરાન રહી ગયો હતો. તે વખતે સનીએ ગોલ્ડના જૂતા અને શરીર પર ખૂબ સોનુ ચડાવેલું હતું. એટલું જ નહીં તે સલમાન ખાન અને અન્ય સ્ટાર્સ સાથે પણ જોવા મળ્યો છે.

સનીને બાળપણથી જ સોનું પહેરવું ખુબ પસંદ છે. સની ગળામાં હંમેશા સોનાની ચેન પહેરે છે. હાથમાં ગોલ્ડ કડુ, બ્રેસલેટ અને ગોલ્ડમાંથી બનાવેલી ઘડિયાળ પહેરે છે. એટલું જ નહીં તેની પાસે ગોલ્ડની ઔડી કાર પણ છે. તે ગોલ્ડન જૂતા અને આઈફોન પણ ગોલ્ડ પ્લેટેડ વાપરે છે.

આટલું ગોલ્ડ પહેરીને બધા સામે જવું ક્યારેક મુશ્કેલ બની જતું હોય છે. સનીને હંમેશા ડર રહેતો હોય છે કે કઈક ખોટું ન થઈ જાય. આથી તે હંમેશા પોતાની સાથે બે બોડીગાર્ડ રાખે છે. તેના ફોટા સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થતા હોય છે. કોઈને સમજમાં આવતું નથી કે તેની પાસે આટલા રૂપિયા આવે છે ક્યાંથી. કપિલના શોમાં જ્યારે સની પહોંચ્યો ત્યારે તેનો મિત્ર પણ તેની સાથે હતો. તે પણ ખુબ ગોલ્ડ પહેરીને આવ્યો હતો.