Golden needle tea sold at record break price 40,000 per Kilogram
  • Home
  • Featured
  • રેકોર્ડ બ્રેક એવા 40 હજાર રૂપિયે કિલો વેચાઈ ચા, બને છે ભારતના આ સ્થળે

રેકોર્ડ બ્રેક એવા 40 હજાર રૂપિયે કિલો વેચાઈ ચા, બને છે ભારતના આ સ્થળે

 | 11:45 am IST

ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરે એક મહિનાની અંદર બીજીવાર ઈતિહાસ રચીને વર્લ્ડ રેકોર્ડ કિંમત પર ચાનું વેચાણ કર્યું છે. અરુણાચલ પ્રદેશના દોન્યી પોલો ટી એસ્ટેટ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાના એક ગોલ્ડન નીડલ્સ ટી નામના પ્રકારની ચાનું ગુરુવારે 40 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થયું છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા 24 જુલાઈના રોજ આ ઓક્શન સેન્ટરે આસામના ડિબ્રુગઢ જિલ્લામાં સ્થિત મનોહારી ટી એસ્ટેટની વિશેષ ઓર્થોડોક્સ ટીને 39,001 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી હતી.

ગુરુવારે જીએસટીએ પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. તેથી ચાનું રેકોર્ડ બ્રેક ભાવે વેચાણ થયું હતું. આ ચાને આસામ ટી ટ્રેડર્સને વેચવામાં આવી છે, જે ગુવાહાટીમાં આવેલી સૌથી જૂની ચાની દુકાનોમાંની એક છે. આસામ ટી ટ્રેડર્સના માલિક લલિત કુમાર જાલાનનું કહેવું છે કે, સારી ચાની માંગ સતત વધી રહી છે અને અમે સ્પેશિયાલિટી ચા નિયમિત રીતે વેચી રહ્યાં છે. આ ગોલ્ડન નીડલ્સ ટી એક ઓનલાઈન શોપિંગ વેબસાઈટ દ્વારા વેચવામાં આવશે.

આવી રીતે બને છે ગોલ્ડન નીડલ્સ ટી
ગોલ્ડન નીડલ્સ ટી માત્ર નવા અંકુરિત પાંદડામાંથી જ બનાવવામાં આવે છે. અરુણાચલ સીમાના પૂર્વમાં આવેલ ચીનનું યુવાન પ્રાંત ગોલ્ડન ટીપ ટીના ઉત્તપત્તિ સ્થળ માટે જાણીતું છે. આ ચા બહુ જ સાવધાનીથી તોડવામાં આવતી નાની કળીઓ અને ગોલ્ડન પરતવાળા પાનમાંથી બનાવવામાં આવે છે. જે મુલાયમ અને મખમલી હોય છે. આ ખાસ ચામાંથી બનતું પીણું મીઠું હોય છે, અને તેની સુગંધ પણ આહલાદક હોય છે.

દોન્યી પોલો ટી એસ્ટેટના મેનેજર મનોજ કુમારનું કહેવું છે કે, આ પ્રકારી ચા તૈયાર કરવા માટે બહુ જ સમય લાગે છે. સિલ્વર નિડલ વ્હાઈટ ટી 17,001 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે. આ પ્રકારની ચા ત્યારે જ બને છે, જ્યારે ચાના બગીચમાં સટીક કાર્યકુશળતાની સાથે કુદરતા સંશાધનોનો ઉપયોગ થયો હોય.

દોન્યી પોલો એસ્ટેટની પીકો વ્હાઈટ ચાનો બીજો પ્રકાર છે, જે પહેલા ચીનમાં બનાવાયો હતો. આ ચાને હાથથી તોડાતા સૌથી નરમ પાંદડા અને કળીઓમાંથી તૈયાર કરવામાં આવે છે. જે તેને સિલ્વર બ્રુ કલર આપે છે. ગત વર્ષે જીએસટીએ આ વેરાયટીને 12,001 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી હતી.