Golden Subji Recipe
  • Home
  • Food & Lifestyle
  • શું તમે કયારેય ખાધી છે ગોલ્ડન સબ્જી? આ રહી રીત

શું તમે કયારેય ખાધી છે ગોલ્ડન સબ્જી? આ રહી રીત

 | 10:00 am IST
  • Share

સામગ્રી : 1 કપ મગની દાળ પલાળીને બારીક વાટેલી, ટામેટાં, આદું-મરચાં સ્વાદ પ્રમાણે, 1 કપ તુવેરની બાફેલી દાળ, અડધો કપ બાફેલા વટાણા, એક કપ પનીરના ટુકડા, અડધો કપ બટાટાના નાના ટુકડા, અડધો કપ કોળાના નાના ટુકડા, ઘી-દાળ સાંતળવા માટે, કોથમીર, ચપટી હિંગ, હળદર, મરચું, ધાણાજીરું અડધી ચમચી.  

રીત : મગની દાળ ઘીમાં હલવાની જેમ સાંતળો. પનીર ઘીમાં તળી પાણીમાં ભીંજવી રાખો. બટાટા અને કેળાંના ટુકડાને પણ ઘીમાં તળી જુદા રાખો. મિક્સરમાં ટામેટાં ક્રશ કરી લો. આદું- મરચાં બારીક સમારી રાખો. કઢાઇમાં ઘી ગરમ કરી હિંગ જીરું નાખી મરચું હળદર-ધાણાજીરું ઉમેરી ક્રશ કરેલાં ટામેટાં ખૂબ સાંતળી એમાં મગની દાળ, તુવેરની દાળ, બટાટા, પનીર, કોળું, વટાણા અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી 10 મિનિટ મધ્યમ આંચ ઉપર ઉકળવા દો. કોથમીર ભભરાવીને ગરમ ગરમ પીરસો.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો