ગોલ્ફ રમી બનાવ્યો રેકોર્ડ - Sandesh
NIFTY 10,992.10 -26.80  |  SENSEX 36,510.43 +-31.20  |  USD 68.6700 +0.15
1.6M
1M
1.7M
APPS

ગોલ્ફ રમી બનાવ્યો રેકોર્ડ

 | 1:47 am IST

આ વર્ષે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બ્રિટનના રહેવાસીના નામે થયો છે, માણસ જ્યારે કોઇ વસ્તુ ખૂબ લગનથી શીખવાની શરૂઆત કરે છે એ તે કોઇ વસ્તુને પોતાના સમસ્ત પ્રયત્નો વડે મેળવવા મથે છે ત્યારે તેને ગમે તેટલી અઘરી લાગતી વસ્તુ પણ મળી જાય છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવું જ કંઇક છે, જ્યારે તમે કોઇ કાર્યમાં મહારથ મેળવવા પ્રયત્ન કરવા લાગો છો, ત્યારે તમને અચૂક તે કાર્યમાં બીજા પાસે ન હોય તેવું મહારથ મળે છે, અને પરિણામે તમને અઘરો લાગતો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ તમારા નામે કરી શકો છો.

તાજેતરમાં જ યુકેની તીવેર્ટન ગોલ્ફ ક્લબ ખાતે ૩૧ વર્ષના સ્ટીવ જેફે ગોલ્ફમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જેફ કહે છે કે તેને ગોલ્ફ રમવાનો નાનપણથી જ શોખ છે, અને તે નાનપણમાં પણ પોતાના પિતા સાથે ગોલ્ફ ગ્રાઉન્ડ ઉપર જતો, અલબત્ત શોખ તેને ત્યારથી જ લાગ્યો હતો, થોડા મોટા થયા બાદ જેફ પણ પિતાની સાથે ગોલ્ફ રમવા લાગ્યો. ગોલ્ફમાં કંઇક વિશિષ્ટ કરવાની ઇચ્છા ધરાવતા જેફે વિચારવા માંડયંુ કે ગોલ્ફમાં એવું તે શું અલગ કરી શકાય.

જેફે આ બાબતે તેના પિતા સાથે ચર્ચા કરી અને તેમને શું અલગ કરી શકાય તે પૂછી અભિપ્રાય લીધો. જેફના પિતાએ તેને ગોલ્ફમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો સુજાવ આપ્યો. હવે પ્રશ્ન એ હતો કે ગોલ્ફમાં કયો વર્લ્ડ રેકોર્ડ બનાવવો? જેફ આ બાબતે વિચારવા લાગ્યો, ત્યાં જ તેણે વાંચ્યંુ કે બ્રિટ ફ્રીલ નામના કોઇ વ્યક્તિએ માત્ર ૫૨ સેકન્ડમાં સૌથી વધારે ગોલ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. બસ અહીંથી જેફને તેનો માર્ગ મળી ગયો. ૨૦૦૫માં બનેલો ૫૨ સેકન્ડમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ તોડવાનું વિચારી જેફ પ્રેક્ટિસ કરવા લાગ્યો. આ માટે રોજ ટાઇમ સેટ કરી તે ગોલ્ફ રમતો, જેફે અગાઉ પણ એકવાર વર્લ્ડ રેકોર્ડ માટે અપ્લાય કર્યું હતંુ, પરંતુ તે નિષ્ફળ ગયો હતો. ત્યારબાદ તેણે ફરીથી તાજેતરમાં અપ્લાય કર્યું અને આ વખતે તેણે સફળતા મેળવી લીધી. જેફે માત્ર ૫૦.૬ સેકન્ડમાં ૫૦૦ યાર્ડ ગોલ્ફ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. જેફ આ અંગે ઘણો જ ખુશ છે, તેણે જણાવ્યંુ હતું કે મારું નાનપણનું સ્વપ્ન સાકાર થઇ ચૂક્યું છે.