ગોંડલ: 28 કરોડની મગફળી ભસ્મીભુત કાંડમાં ગોડાઉન ભાડા કરારમાં ભયંકર ભુલો - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગોંડલ: 28 કરોડની મગફળી ભસ્મીભુત કાંડમાં ગોડાઉન ભાડા કરારમાં ભયંકર ભુલો

ગોંડલ: 28 કરોડની મગફળી ભસ્મીભુત કાંડમાં ગોડાઉન ભાડા કરારમાં ભયંકર ભુલો

 | 8:33 pm IST

ગોંડલના રામરાજ કોટેક્ષ નામના ગોડાઉનમાં પડેલી સરકારની 28 કરોડની મગફળી ભસ્મીભુત થઈ જવાના કાંડમાં ‘ઢોલ માહે પોલ’ સીધા જ જવાબદાર ગુજકોટના અધિકારીઓ અને સ્ટાફ હોવા છતાં ધરપકડ તો ઠીક ફરિયાદમાં પણ નામ નોંધવામાં ધ્રુજેલી સી.આઈ.ડી.ક્રાઈમ દ્વારા મગફળીની આગમાં પોતાની નૈતિકતા પણ દાઝી રહી હોવાનું દેખાતાં ગુજકોટના અધિકારીઓ અને કર્મચારીઓ તરફ તપાસનું નાડચું ફેરવ્યું છે. આજે કેટલાક સબંધીતોના નિવેદનો લઈને પુછતાંછ હાથ ધરાઈ હતી.

કરોડોની મગફળી ખાક થઈ ગયા બાદ આગનું કારણ વેલ્ડીંગ બતાવનાર સી.આઈ.ડી.ક્રાઈમે એફએસએલ રિપોર્ટની રાહ જોયા વીના તાબડતોબ ગુનો નોંધીને વેલ્ડીંગ કામ કરનારા ચાર તેમજ ગોડાઉન માલિક અને સ્ટોર કિપરની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગઈકાલે વેલ્ડર ઉમેશ મહેતાને લઈને ગોંડલ તપાસ કરાઈ હતી. તપાસ સોંપાઈ અને ગુનો નોંધાયો એ વચ્ચેના ચાર દિવસ દરમિયાન એજન્સીએ ગોડાઉન ભાડાના કરારો થયા તે કરારો ચોપડા પર કંઈક અને વાસ્તવિક કંઈ હોવાનું સ્પષ્ટ થયું જ હતું. આવી ગંભીરબેદરકારી કે સરકારની આંખમાં ધુળ નાખનારા ગુજકોટના અધિકારીઓ અને સંલગ્ન સ્ટાફ સીધો જ આરોપીના કઠેરામાં આવે તેવી સ્થિતિમાં હતો જ છતાં ત્રણ દિવસ સુધી કોઈ કાર્યવાહી ન થઈ.

અંતે હવે સીઆઈડી ક્રાઈમને ભાડા કરાર અવાસ્તવિક અને નિયમો ઉલ્લંઘન થયું હોય તેવું સ્પષ્ટ થતું હોય છે. તપાસનીસ અધિકારી દ્વારા ગુજકોટ અને કેટલાક સંલગ્ન અધિકારીઓ, સ્ટાફની પુછતાંછ હાથ ધરાઈ છે કેટલાકના નિવેદનો નોંધાયા હતા. ક્રોસ ઈન્કવાયરીને લઈને હવે ગુજકોટ કે અન્ય જવાબદારો પણ બેદરકાર રહ્યા હોવાનું તપાસનીસ એજન્સીને દેખાઈ રહ્યું છે. સંભવત હવે કેટલાક પર ધરપકડનો ગાળીયો કસાય તો ના નહીં. જોવાનું એ રહે કે કોના ગળામાં આ ગાળીયો આવશે ?

ગોડલના મગફળી કાંડમાં ગોડાઉન માલિક દિનેશ સેલાણીની ધરપકડ થયા બાદ લોહાણા મહાજન અને વેપારીઓ દ્વારા આજે કલેક્ટર, રાજકોટ રૃરલ એસ.પી. તેમજ સી.આઈ.ડી.ક્રાઈમ કચેરીએ રજુઆત કરી સવાલ ઉઠાવ્યો કે દિનેશભાઈએ તો માત્ર ગોડાઉન ભાડે આપ્યું હતું એમા દિનેશભાઈનો શું દોષ ? શું કોઈ વ્યક્તિને વ્યવસાય કરવાનો હક્ક ન હોય ? દિનેશભાઈ અને ગરીબ મજુરોને ખોટી રીતે ગુન્હેગાર ઠેરવી દેવાયા છે. સત્ય બહાર લાવીને ખરેખર જે આરોપીઓ કે ગુન્હેગારો છે તેને સજા મળે તેવી તપાસ થાય તેવી માંગણી પણ કરાઈ છે.