જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી દીકરીની સારવારના રૂપિયા ગોંડલની આગમાં બળીને ખાખ થયાં - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી દીકરીની સારવારના રૂપિયા ગોંડલની આગમાં બળીને ખાખ થયાં

જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી દીકરીની સારવારના રૂપિયા ગોંડલની આગમાં બળીને ખાખ થયાં

 | 4:07 pm IST

ભારત ખેતીપ્રધાન દેશ હોવા છતાં અનેક ખેડૂતોની હાલત બહુ જ કફોડી છે. ત્યારે મૃત્યુના મુખમાંથી પાછી ફરેલી જુનાગઢની ખુશીના પરિવારજનોના માથે આભ ફાટ્યું છે. જેનું સીધુ કનેક્શન ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ સાથે નીકળે છે.

જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના બાબરાતીર્થ ગામમાં રહેતી સાત વર્ષની ખુશીને ન્યૂમોનિયા થયો છે. જેની સારવાર માટે તેમના પિતા નવનીતભાઈ રાખોલિયા પાસે રૂપિયા નથી. ખેતી કામ કરતા નવનીતભાઈ રાખોલિયાએ એક મહિના પહેલા મેંદરડા મગફળી કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી વેચી હતી, પરંતુ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. તેમાં નવનીતભાઈ રાખોલિયાનું હજુ સુધી પેમેન્ટ આવ્યું નથી.

હાલ તો ખુશીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં દરરોજનો ૧૫ થી ૨૦ હજારનો ખર્ચ થાય છે. એક તો મગફળીનું પેમેન્ટ આવ્યું નથી અને બીજી બાજુ પોતાની વ્હાલસોયી દીકરી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ખાનગી હોસ્પિટલના મસમોટો ખર્ચને પહોંચી વળવા માટે નવનીતભાઈએ પોતાના સગા અને મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા છે અને હજી તેમને ખુબ જ રૂપિયાની જરૂર છે. તેમણે જે મંડળીમાં મગફળી વેચી છે તેના સંચાલકો દ્વારા થોડા સમયમાં પેમેન્ટ મળી જશે તેવું માત્ર આશ્વાસન આપી રહ્યા છે.