ગોંડલ: પાંચ વર્ષ સુધી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે ઉઠાવ્યો લગ્નનાં માંડવેથી - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગોંડલ: પાંચ વર્ષ સુધી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે ઉઠાવ્યો લગ્નનાં માંડવેથી

ગોંડલ: પાંચ વર્ષ સુધી યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ, પોલીસે ઉઠાવ્યો લગ્નનાં માંડવેથી

 | 8:11 pm IST

ગોંડલમાં વાલ્મિકી સમાજની એક યુવતી પર વાલ્મિકી સમાજના જ એક યુવાને પાંચ વર્ષ સુધી દુષ્કર્મ કર્યાની ફરિયાદ થતા પોલીસે યુવાનની ધરપકડ કરી હતી જેના પગલે યુવાનના લગ્ન રદ્દ કરવા પડયા હતા. શહેરના ગુંદાળા દરવાજા વિસ્તારમાં રહેતી વાલ્મિકી યુવતીને લગ્નની લાલચ આપી ભગવતપરામાં રહેતા વાલ્મિકી યુવાન દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાલ્મિકી સમાજની યુવતીએ શહેર પોલીસ મથકમાં ભગવતપરામાં રહેતા વાલ્મિકી સમાજના યુવાન પ્રફુલ વસંત વાઘેલા વિરૃધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું કે પ્રફુલ દ્વારા બદકામ કરવાના ઈરાદે લગ્નની લાલચ આપી પાંચ વર્ષ દરમિયાન અનેક વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે જેમાં પ્રફુલે તેણીને ઘણીવાર ગોંડલ તેમજ વીરપુર ખાતે આવેલા ગેસ્ટ હાઉસમાં પણ ઘણીવાર લઈ ગયેલ છે. દુષ્કર્મ અંગેની તપાસ ગોંડલ શહેર પોલીસના પીએસઆઈ રાદડીયાએ હાથ ધરી હતી.

ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી યુવાનની ધરપકડ કરી હતી. અત્રે એ યાદ આપીએ કે પ્રફુલના આવતીકાલ તા.ર૦ ને મંગળવારના રોજ લગ્ન યોજાવાના હતા પણ લગ્ન અને માંડવાના દિવસ અગાઉ પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થતા યુવાનના લગ્ન રદ કરવા પડયા હોવાનું જાણવા મળે છે.