ગોંડલ આગ પ્રકરણમાં CIDનો મોટો ખુલાસો, વેલ્ડિંગને કારણે આગ લાગી હતી, 6ની અટકાયત - Sandesh
NIFTY 10,491.05 +108.35  |  SENSEX 34,142.15 +322.65  |  USD 64.7300 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગોંડલ આગ પ્રકરણમાં CIDનો મોટો ખુલાસો, વેલ્ડિંગને કારણે આગ લાગી હતી, 6ની અટકાયત

ગોંડલ આગ પ્રકરણમાં CIDનો મોટો ખુલાસો, વેલ્ડિંગને કારણે આગ લાગી હતી, 6ની અટકાયત

 | 12:01 pm IST

રાજકોટના ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં નવો ફણગો ફૂટ્યો છે. આ આગ માનવસર્જિત હોવાના આક્ષેપો તો પહેલેથી જ ઉઠ્યા હતા, ત્યારે CID ક્રાઈમે મેગા ઓપરેશન કરીને 6 શખ્સોની ધરપકડ કરી છે. CID ક્રાઈમે ખુલાસો કર્યો કે, આ આગ માનવસર્જિત નથી. આ આગ જાણી જોઈને લગાવાડવામાં આવી નથી. તેમજ તેમાં કોઈ ષડયંત્ર નથી. ગેટ મૂકવા માટે વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે વેલ્ડિંગના પતરા કાપવા જતા મગફળીમાં આગ લાગી હતી. વેલ્ડરોની બેદરકારીને કારણે આગ લાગ્યા બાદ કારસ્તાન છુપાવવા
વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દેનાર ચાર વેલ્ડરો અને ગોડાઉન માલિક સહિત 6 શખ્સોની સંડોવણી ખુલતા તમામ સામે ગુનો દાખલ કરાયો છે.

ગોંડલના ઉમવાડા રોડ પર આવેલ રામરાજ કોટન મીલમાં રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદાયેલ 28 કરોડની મગફળીના જથ્થામાં ગત મંગળવારે આગ લાગી હતી. આજે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં આગ મુદ્દે ખુલાસો કરતા જણાવ્યું કે, ગોડાઉનમાં 5 જાન્યુઆરી જ મગફળીનો નવો જથ્થો આવ્યો હતો. વેલ્ડિંગ સ્થળથી મગફળીનો જથ્થો 3 ફૂટ દુર હતો. મુખ્ય વેલ્ડર ઉમેશે જણાવ્યું કે, ગોડાઉનના દરવાજાના વેલ્ડીંગમાં કામ કરતા સમયે આગ લાગી હતી. બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, તેથી અમે ગભરાઈ ગયા હતા અને માલિક દિનેશભાઈ લોહાણાને જાણ કરી હતી. દિનેશભાઈ તથા તેમના માણસે વેલ્ડીંગ મશીન સહિતની સામગ્રી છુપાવી દેવાની અને ત્યાંથી નીકળી જવાની સૂચના આપી હતી. ઘટના સમયે 4 લોકો જ ગોડાઉનમાં હતા. આ અંગે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમની સામે IPC 436, 114, 201 મુજબ ફરિયાદ દાખલ કરાઈ છે. ગઈકાલે રાત્રે 6 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હતી. 4 વેલ્ડર, મયુર ડાભી અને ગોડાઉનના માલિક દિનેશ સેલાણીની અટકાયત કરાઈ છે.

ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ જણાવ્યું કે, આ ગોડાઉનમાં આગ લગાડવાથી કોઈને ફાયદો થવાનો ન હતો. તેમજ કોઈને કોઈને ઈન્સ્યોરન્સના રૂપિયા પણ મળવાના નથી. શરૂઆતમાં વેલ્ડિંગની વાતને દબાવવાનો પ્રયાસ થયો હતો. હાલ અમે વેલ્ડિંગ મશીન સહિતનો સામાન જપ્ત કર્યો છે. એક તરફ જોઈએ તો, આગ સમયે પાણીનો વાલ્વ શરૂ કરાયો હતો, પણ તેમાં પાણી ન આવ્યું.