gondal-in congress-leader rajesh-sakhiya gun-fire-took-place-on-car
  • Home
  • Featured
  • રાજકોટ: કોંગ્રેસના આગેવાન રાજેશ સખીયાની કાર પર ફાયરિંગ, જાણો કેમ પોલીસને લાગી રહ્યું છે નાટક

રાજકોટ: કોંગ્રેસના આગેવાન રાજેશ સખીયાની કાર પર ફાયરિંગ, જાણો કેમ પોલીસને લાગી રહ્યું છે નાટક

 | 9:50 am IST

રાજકોટના ગોડલમાં કોંગ્રેસના અગ્રણી આગેવાન રાજેશ સખીયાની કાર પર ગત રાત્રે બાઇક પર આવેલા બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બાઇક પર આવેલા બન્ને શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના બન્યા બાદ કોંગ્રેસ અગ્રણી રાજેશ સખીયાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુમલાના કારણે પોલીસે ઘટનાનીતપાસમાં જોડાઇ ગઇ છે. ફાયરિંગની ઘટના ખરેખર ઘટી છે કે નહીં તે અંગે પોલીસને શંકામાં છે. પોલીસ હાલ ફાયરિંગ નાટક હોવાનું માની રહી છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ કાર્યકર્તા રાજેશ સખીયા મોડી રાત્રે કોંગ્રેસ કાર્યાલયથી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે ગોંડલ પાસેના નાગકડા ગામે બે વ્યક્તિ સાથે માથાકૂટ થઈ હતી અને તેમણે સખીયાની કાર પર હુમલો થયો હતો અને પાછળના ભાગ તોડી પાડ્યો હતો. જોકે આ ઘટનામાં પુોલીસને પહેલાંથી ફાયરિંગ થયું છે કે નહીં તે અંગે શંકા હતી..

પ્રાપ્ત અહેવાલો મુજબ રાજેશ સખીયાએ એક અઠવાડિયા પૂર્વ રાજેશ સખીયાએ 113 ગોંડલ મતવિસ્તારને સંવેદનશીલ જાહેર કરવા માટે અરજી કરી હતી અને પ્રાપ્ત અહેવાલો મુજબ આજે તેની સુનાવણી થવાની હતી. પોલીસને શંકા છે કે, સૂનાવણી પહેલા આ હુમલો થયો હોવાથી શંકા ઉપજાવનારુ હતું. ઘટના બાદ સખીયાને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોકે આ ઘટનામાં પોલીસ તપાસ બાદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ સ્પષ્ટતા કરી છે કે સખીયા પર ફાયરિંગ થયું નથી અને પથ્થર મારીને કારનો કાચ તોડવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન