ગોંડલ: પોલીસની હાજરીમા લોકોએ ચલાવી દારૂની લૂંટ, જુઓ video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • ગોંડલ: પોલીસની હાજરીમા લોકોએ ચલાવી દારૂની લૂંટ, જુઓ video

ગોંડલ: પોલીસની હાજરીમા લોકોએ ચલાવી દારૂની લૂંટ, જુઓ video

 | 7:30 pm IST

ગુજરાતમાં દારૂ બંધી છે. તેમ છતા પણ ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પોલીસની રહેમરાહે દારૂનું વેચાણ થાય છે અને લોકોનું દબાણ આવતા પોલીસ રેડ પાડી દારૂ જપ્ત કરે છે. ગુજરાતમાં અવાર નવાર પોલીસ દ્વારા દારૂની ટ્રકો પકડવામાં આવે છે અને તે પકડાયેલા દારૂના જથ્થાનો ખુલ્લામાં નાશ કરવામાં આવે છે. પણ ગોંડલ તાલુકામાં બનેલ આ ઘટના નિહાળી લોકો કહે છે કે પોલીસની હાજરીમાં જો આ પ્રમાણે લોકો દારૂ લુંટતા હોય તો તેમની ગેરહાજરીમાં શું ના કરે.

ગોંડલ તાલુકામાં આજે પોલીસ દ્વારા દારૂના મોટા જથ્થો નાશ કરાયો હતો. પણ ઘટના એવી બની કે ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પોલીસ એક બાજુ દારૂ-બિયરના જથ્થા પર બુલડોજર ફેરવી રહી છે ત્યાં જ કેટલાક લોકો પોલીસની નજર સમક્ષ દારૂની લૂંટ ચલાવી રહ્યાં છે અને પોલીસ મુક પ્રેક્ષક બની જોઇ રહી છે. આ ઘટનાનો વીડિયો જોઇ લોકોમાં પોલીસ પ્રત્યે તિરસ્કારની લાગણી જન્મી છે.