ગજબનું ભેજું : ભારત-પાકિસ્તાનની મેચમાંથી રાજકોટના દુકાનદારે 2 કલાકમાં કરી 40 લાખની કમાણી - Sandesh
NIFTY 10,552.95 +4.25  |  SENSEX 34,413.37 +18.31  |  USD 65.7025 +0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ગજબનું ભેજું : ભારત-પાકિસ્તાનની મેચમાંથી રાજકોટના દુકાનદારે 2 કલાકમાં કરી 40 લાખની કમાણી

ગજબનું ભેજું : ભારત-પાકિસ્તાનની મેચમાંથી રાજકોટના દુકાનદારે 2 કલાકમાં કરી 40 લાખની કમાણી

 | 3:27 pm IST

આજે ઇંગ્લેન્ડના ઓવલ મેદાનમાં રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાનની મેચમાંથી રાજકોટના એક દુકાનદારે 2 કલાકમાં જ 40 લાખ રૂ. જેટલી જબરદસ્ત કમાણી કરી હોવાની માહિતી મળી છે. રાજકોટના આ દુકાનદારને પોતાનું ભેજું વાપરીને અફલાતુન આઇડિયા વાપર્યો છે જેના પગલે તેને આ છપ્પરફાડ કમાણી થઈ છે. આજે રમાઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત જીતશે ટીમ ઇન્ડિયાના ચાહકો જોરદાર ફટાકડાં ફોડીને દિવાળી જેવી ઉજવણી કરશે.

જોકે કેટલાક ચાહકોના મનમાં ચિંતા હતી કે હજારોના ફટાકડાં ખરીદ્યા પછી ભારત ન જીતે તો? આ ચિંતાનો ઉકેલ આપીને રાજકોટના દુકાનદારે લાખોની કમાણી કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે ગઈ કાલે રાજકોટના એસ્ટ્રોન ચોકમાં આવેલા નવરંગ સીઝન સ્ટોરે પેપરમાં એક ખાસ એડ આપી હતી. આ જાહેરાતમાં સ્પષ્ટતા સાથે લખવામાં આવ્યું કે જો ભારત ન જીતે તો તેમને ત્યાંથી ખરીદવામાં આવેલા ફટાકડા પાછા લઈ લેવામાં આવશે. આજે આ દુકાન રાતે નવ વાગ્યે ખૂલશે અને રિઝલ્ટ પછી એ બંધ થશે.

સાંજના છાપામાં આવેલી આ જાહેરાત પછી આ દુકાનમાંથી ફટાકડાંની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા અને બે કલાકમાં જ દુકાનનો તમામ સ્ટોક ખાલી થઈ ગયો હતા. આ મામલે પોતાનું નામ ન આપવાની શરતે સીઝન સ્ટોરમાં નોકરી કરતા માણસે એક ન્યૂઝપેપરને માહિતી આપતા કહ્યું હતું કે ‘બે કલાકમાં અમે ચાલીસ લાખ રૂપિયાથી વધુનો માલ વેચી નાખ્યો છે. હવે અમારી દુકાન અને ગોડાઉન બેઉ સાવ ખાલી છે.’