દરિદ્રતા દૂર કરવા ફોલો કરો આ ફેંગશૂઈ ટીપ્સ - Sandesh
  • Home
  • Astrology
  • દરિદ્રતા દૂર કરવા ફોલો કરો આ ફેંગશૂઈ ટીપ્સ

દરિદ્રતા દૂર કરવા ફોલો કરો આ ફેંગશૂઈ ટીપ્સ

 | 4:51 pm IST

મહેનત કરવા છતાં ધનની ખામી રહેતી હોય તો આ સમસ્યા માટે જવાબદાર વાસ્તુદોષ હોય શકે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યાં લોકોને અનેક સમસ્યાઓ સહન કરવી પડે છે. જ્યાં વાસ્તુ દોષ નથી હોતાં તેવા ઘરમાં બરકત રહે છે, તેને તેના દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેને આર્થિક તંગીમાંથી પણ છૂટકારો મળે છે.

– વાસ્તુ અનુસાર ઘરમાં એવા લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જેના હાથમાં ધનની પોટલી હોય. આ મૂર્તિ ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી.
– ઘરમાં વિંડ ચાઈમ રાખવું પણ શુભ માનવામાં આવે છે. તેના અવાજથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.
– ઘરમાં વહાણનું શો-પિસ રાખવું જેમાં સિક્કા ભરેલા હોય. આ જહાજ ઘરમાં સમૃદ્ધિ લાવશે.
– લાલ દોરાથી બાંધેલા સિક્કાને પણ આવકના સ્ત્રોત માનવામાં આવે છે. આ સિક્કા ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધવા.
– ઘરમાં ક્રિસ્ટલ ગ્લોબ રાખવાથી સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે.
– મુખ્ય દરવાજાની બરાબર વચ્ચેના ભાગમાં ઘોડાની નાળ લટકાવવી, તેનાથી ઘર પર ખરાબ નજર અસર નહીં કરે.
– ધાતુનો કાચબો ઘરમાં રાખવાથી પણ શુભ ફળ મળે છે. તેનાથી ઘરની આર્થિક સ્થિતી સુધરે છે, વાસ્તુદોષ દૂર થાય છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.