Good News about Bhuvneshwar Kumar, Bowling during Practice Session
  • Home
  • Sports
  • Cricket
  • ભારતીય ક્રિકેટ પ્રેમીઓ થઈ જાઓ ખુશ, ભુવનેશ્વરને લઈ આવ્યા સારા સમાચાર

ભારતીય ક્રિકેટ પ્રેમીઓ થઈ જાઓ ખુશ, ભુવનેશ્વરને લઈ આવ્યા સારા સમાચાર

 | 9:03 pm IST

ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સારા સમાચાર છે. ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે મંગળવારે 30-35 મિનિટ સુધી નેટમાં પરસેવો રેડી અભ્યાસ કર્યો છે. જોકે ગુરુવારે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વેસ્ટ ઇન્ડિઝ સાથે થનારી મેચમાં તે રમશે કે નહીં તે વિશે હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી. ભુવનેશ્વરે લગભગ ફુલ રન અપ સાથે બોલિંગ કરી જેને જોઈ લાગી રહ્યું છે કે તેના સ્નાયુઓની સમસ્યામાં સુધારો થયો છે.

મુદ્દા સાથે સંકળાયેલ એક સૂત્રે જણાવ્યું કે ઈજા થયા બાદ ભુવનેશ્વરે નાના રન અપ સાથે બોલિંગ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ધીમે-ધીમે તેને રન અપમાં વધારો કર્યો છે. જોકે ભુવીએ ફુલ રન અપમાં બોલિંગ નથી કરી. વધુ ઉમેરતા સૂત્રે કહ્યું કે,‘ભુવીએ લગભગ 30-35 મિનિટ અભ્યાસ કર્યો. આ દરમિયાન કેપ્ટન કોહલીએ પણ ભુવીના અભ્યાસ પર નજર રાખી હતી. ભુવીને જોઈ લાગ્યું નહોતું કે તે બોલિંગ વખતે કોઈ સમસ્યા અનુભવી રહ્યો છે. જે એક સારા સંકેત છે.’

ઉલ્લેખનીય છે કે આ પહેલા નવદીપ સૈની ભારતીય ટીમ સાથે જોડાયો હતો. જેથી એવી અટકળો ફેલાઈ રહી હતી કે ભુવનેશ્વર ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ શકે છે. પરંતુ સૂત્રો મુજબ હવે એવી માહિતી મળી છે કે સૈની માત્ર નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાઈ રહેશે. સૈની એ ખેલાડી છે જેને પસંદગીકારોએ વર્લ્ડ કપમાં સ્ટેન્ડબાય તરીકે પસંદ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન