Good news between Corona and Lockdown, grass and trees are growing in the desert of Kutch
  • Home
  • Corona
  • કોરોના અને લોકડાઉન વચ્ચે કચ્છમાં સોનાનો સુરજ ઉગ્યો, વેરાન રણમાં એવા એવા કૃદરતી ચમત્કારો જોવા મળ્યા કે…

કોરોના અને લોકડાઉન વચ્ચે કચ્છમાં સોનાનો સુરજ ઉગ્યો, વેરાન રણમાં એવા એવા કૃદરતી ચમત્કારો જોવા મળ્યા કે…

 | 8:57 am IST

રાજ્યમાં ભૂકંપ બાદ ઉદ્યોગોનો વિકાસ તો થયો સાથે સાથે રણ પણ હરિયાળું બની રહ્યું છે. કચ્છના નાના અને મોટા રણમાં ઘાસ ઉગવાનું શરુ થઇ ચૂક્યું છે. જેનાથી વન્ય પ્રાણીઓ માટે જંગલ અને પાણીની અછતની સમસ્યા પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં આગામી વર્ષમાં પરિપૂર્ણ થઈને દૂર થઇ શકે છે.

રણ સાંભળતા જ ઉડતી રેતી અને દૂર દૂર સુધી પાણીના ઝાંઝવા મનમાં દેખાવા લાગે છે. હજારો કિલોમીટરો સુધી કોઈ માનવ વસ્તી નહિ અને ના કોઈ વન્ય પ્રાણી દેખાય છે, પરંતુ વૈજ્ઞાનિકો અને સંશોધનકારો માટે એક સારા સમાચાર કચ્છથી આવી રહ્યા છે. કચ્છના નાના અને મોટા રણમાં હવે વૃક્ષો રણને હરિયાળું બનાવી રહ્યા છે. રણની અંદર પાણીની સમસ્યાઓ વધુ હોય છે. જો વૃક્ષો આવશે તો વરસાદ પણ કચ્છના વિસ્તારોમાં વધુ પડી શકે છે. જેનાથી રણ ઘટશે અને રહેવા લાયક જમીન પણ મળી શકે છે.

ભૂતકાળમાં 1866થી 1886 વચ્ચે ખંભાત રણ પ્રદેશ તરીકે ઓળખાતો હતો. સમય જતા ભૂકંપ અને જમીનમાં થયેલા ફેરફારના લીધે આજે ભાલ પ્રદેશમાં ઘઉં દેશભરમાં વખણાય છે. કચ્છના રણપ્રદેશમાં અરબસ્તાનની બે ઘાસની પ્રજાતિ પણ સંશોધનકારોને જોવા મળી હતી. ઘાસ થકી નીલગાય, ચિંકારા, ઉંદર, ઝરખ જેવા પ્રાણીઓ અને વ્હાઇટ સ્ટોર્ક અને મલાર્ડ જેવા શિકારી પક્ષીઓ પણ જોવા મળી રહ્યા છે.

જુઓ આ પણ વીડિયો: સોના ચાંદીના ભાવમાં સતત નોંધાતી તેજી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન