Good news for BSNL customers, Get 5GB free data and 25% cashback
  • Home
  • Technology
  • BSNL ગ્રાહકો માટે ખુશીના સમાચાર, મેળવો 5GB મફત ડાટા અને 25% કેશબેક

BSNL ગ્રાહકો માટે ખુશીના સમાચાર, મેળવો 5GB મફત ડાટા અને 25% કેશબેક

 | 1:40 pm IST

BSNLએ પોતાના ગ્રાહકોને એક લિમિટેડ ટાઈમ ઓફર રજુ કરી છે. જેના દ્વારા કંપની BSNL ગ્રાહકોને 5GB ડાટા ફ્રિમાં આપી રહી છે. તેની સાથે કંપનીએ પોતાની જુની ઓફરની વેલિડિટી પણ વધારી દીધી છે, જેમાં ગ્રાહકો વર્ષના સબસ્ક્રિપ્શન પર 25 ટકા કેશબેક મેળવી શકે છે. આવો જાણીએ BSNLની ખાસ નવી ઓફર્સ વિશે.

BSNLએ આ ફ્રિ 5GB ઓફર ફક્ત કંપની સાથે જોડાયેલા જુના ગ્રાહકો માટે રજુ કરી છે. આ ઓફર નવા કનેક્શન માટે નથી. આ ઓફરનો ફાયદો ફક્ત તે ગ્રાહકોને મળશે, જે કંપનીનો લેન્ડલાઈન ઉપયોગ કરે છે, પરંતુ તેમની પાસે બ્રોડબેન્ડ પ્લાન નથી. ઓફર મુજબ BSNL પોતાના લેન્ડલાઈન ગ્રાહકોને બ્રોડબેન્ડ પર 10Mbpsની સ્પીડની સાથે 5GB ડાટા પ્રતિદિન આપી રહી છે. 5GBની FUP લિમિટ ખતમ થયા બાદ ગ્રાહક 1Mbpsની સ્પીડની સાથે ડાઉનલોડિંગ કરી શકો છો. આ ઓફર 31 જુલાઈ સુધી વેલિડ છે.

BSNL અગાઉ 2018 ડિસેમ્બરની શરૂઆતમાં બ્રોડબેન્ડ ગ્રાહકોની માટે કેશબેક યોજનાની જાહેરાત કરી હતી. આ નવી યોજના થકી કંપની પોતાના ગ્રાહકોને કુલ બિલ રકમનો 25 ટકા કેશબેક આપી રહી છે. પ્લાનની કંડિશન અનુસાર આ કેશબેક ફક્ત વર્ષના પ્લાનમાં જ મળશે. કંપની આ ઓફરની વેલિડિટીને સતત વધારી રહી છે. લોન્ચ બાદ કંપનીએ આ ઓફરને ફેબ્રુઆરી સુધી વધારી વધારી દીધી હતી, તે બાદ આ ઓફરને ફરી એકવાર આગળ વધારવામાં આવી અને હવે કંપની ઓફરને 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ ઓફર લેન્ડલાઈન, બ્રોડબેન્ડ અને ભારત ફાઈબર કનેક્શન માટે માન્ય છે.

ઓફરની માટે ગ્રાહકોને પોતાના એક વર્ષ પ્લાનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તમારે આ કેશબેક ફક્ત ત્યારે જ મળશે, જ્યારે તમે એક વર્ષનું પેમેન્ટ એક સાથે કરશો. આ કેશબેકને ગ્રાહક BSNL દ્વારા આપનારી અન્ય સર્વિસની ચૂકવણીમાં ઉપયોગમાં લઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન