સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર GPF પર વ્યાજ દરમાં થયો વધારો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર GPF પર વ્યાજ દરમાં થયો વધારો

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર GPF પર વ્યાજ દરમાં થયો વધારો

 | 9:17 pm IST
  • Share

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે, સરકારે જનરલ પ્રોવિડન્ડ ફંડ (GPF) પર વ્યાજ દરો વધારી દીધા છે. ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિક માટે GPF દર વધારીને 8 ટકા કરી દીધા છે. પહેલા આ 7.6 હતા. આનો ફાયદો લાખો સરકારી કર્મચારીઓને મળશે. તમને જણાવી દઈએ કે હાલમાં સરકારે નાની બચત યોજનાઓના દરમાં 0.40 ટકા સુધી વધારો કર્યો હતો.

GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એટલે શું ?

GPF કે જનરલ પ્રોવિડન્ડ ફંડ એક પ્રોવિડન્ડ ફંડ ખાતુ હોય છે જે માત્ર સરકારી કર્મચારીઓ જ ખોલાવી શકે છે. એક કર્મચારી ખાતામાં પોતાના પગારમાંથી એક ચોક્કસ ભાગ યોગદાન કરીને ફંડનો સભ્ય બની શકે છે.

GPF ખાતામાં જમા રકમ પર 8 ટકાના દરથી વ્યાજ આપવામાં આવશે. સાથે જ આ ફંડમાં જમા રકમ આવકવેરા વિભાગની ઘારા 80-cના અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.આ ખાતામાં જમા રાશિ સામાન્ય રીતે કર્મચારીની સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પછી કરવામાં આવે છે. આ ફંડમાં જમા રકમ આવકવેરાની કલમ 80-c અંતર્ગત ટેક્સ છૂટના દાયરામાં આવે છે.એટલેકે આ રાશિ પર કોઈ ટેક્સ ચૂકવવાનો હોતો નથી.

GPF ખાતા સાથે જોડાયેલ એક ખાસ ફીચર હોય છે જેને GPF એડવાન્સના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જનરલ પ્રોવિડન્ટ ફંડની સેવિંગ અંતર્ગત અપાયેલ ઇન્ટરેસ્ટ ફ્રી લોન હોય છે. આને લોન એટલે કહેવામાં આવે છે કારણ કે ઉધાર લેવાયેલ રાશિ નિયમિત હપ્તામાં પરત કરવાની હોય છે. GPF ખાતામાંથી નીકાળેલ રકમ પર કોઇ વ્યાજ વસુલવામાં આવતું નથી.આમ જો જરૂર પડે તો અધવચ્ચે એટલે કે સેવાનિવૃત્તિ/રિટાયરમેન્ટ પહેલા કેટલીક રકમ લોન પેટે મેળવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન