India’s IIP rises to four-month high of 7% in June
  • Home
  • Business
  • દેશ માટે સારા સમાચાર, ઔદ્યોગિક ઉત્પાદનમાં ગ્રોથ ચાર મહિનાની ટોચ પર

દેશ માટે સારા સમાચાર, ઔદ્યોગિક ઉત્પાદનમાં ગ્રોથ ચાર મહિનાની ટોચ પર

 | 9:30 pm IST

મોંઘવારી મામલે લાંબા સમયથી ચર્ચામાં રહેલી મોદી સરકાર અને દેશમાં આર્થિક મોર્ચા પર સારા સમાચાર છે. જુનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે અને આ દરમિયાન ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં વધારાનો દર ગત્ત ચાર મહિનામાં સૌથી વધારે રહ્યો છે. જુનમાં IIP ગ્રોથ 7 ટકા રહી છે, જે મે મહિનામાં 3.2 ટકા હતી.

ઔદ્યોગિક ઉત્પાદનમાં થયેલા વધારામાં સૌથી વધારે યોગદાન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનું રહ્યું, જે વિકાસ દર 2.8 ટકાથી વધીને 6.9 ટકા થઇ ગયું. તે ઉપરાંત કેપિટલ ગુડ્સમાં પણ વધારો જોવા મળ્યો. માનવામાં આવી રહ્યું છે કે, આગામી દિવસોમાં તહેવારી માંગ વધારે હોવાનાં કારણે મેન્યુફેક્ચરિંગમાં આ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં મેન્યુફેક્ચરિંગની મહત્વની ભાગીદારી છે.એક સર્વેના આધારે IIP વિકાસ દર 5.4 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.

આ આંકડાઓ આવ્યા બાદ આર્થિક મુદ્દાના સચિવ સુભાષ ચંદ્રએ ટ્વિટ કર્યું, જુનમાં IIP ગ્રોથના આંકડા શાનદાર રહ્યા હતા. આઇઆઇપી સાત ટકાના દરથી વધ્યો છે. કેપિટલ ગુડ્સની વૃદ્ધીનો દર 9.6 ટકાનો રહ્યો હતો. પહેલા ત્રિમાસિકમાં IIPની વૃદ્ધી 5.2 ટકા છે. નિર્માણમાં પણ આ પ્રકારનો વધારો નોંધાયો છે.

23માંથી 19 ઔદ્યોગિક ગ્રુપમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઇ. કમ્યુટર્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ગ્રોથ 44 ટકા રહી. IIPમાં 40.27 ટકા હિસ્સો રાખનારા આઠ ઢાંચાના ક્ષેત્રોમાં 6.7 ટકાનો વધારો નોંધાયો છે. આ દરમિયાન સીમેન્ટ, રિફાઇનરી ઉત્પાદન અને કોલસા ક્ષેત્રના બે આંકડાઓની વૃદ્ધિ દર પ્રાપ્ત કરી.