Good news for IPL fans, spectators will get entry in the tournament starting Sept 19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPLના ચાહકો માટે આનંદના સમાચાર, 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ટુર્નામેન્ટમાં દર્શકોને મળશે એન્ટ્રી

IPLના ચાહકો માટે આનંદના સમાચાર, 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી ટુર્નામેન્ટમાં દર્શકોને મળશે એન્ટ્રી

 | 5:55 pm IST
  • Share

સંયુક્ત અરબ અમીરાતમાં 19 સપ્ટેમ્બરથી ફરી શરૂ થનારી IPLમાં દર્શકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જી હાં આ આઈપીએલમાં દર્શકોને જવા માટે પરવાનગી આપવામાં આવી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના આયોજકોએ બુધવારે જાહેરાત કરી હતી કે રવિવારથી યુએઈમાં ફરી શરૂ થનારી ટી 20 ટૂર્નામેન્ટ દરમિયાન મર્યાદિત દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. બાયો-બબલમાં કોરોનાના કેસ બાદ IPL-14 મુલતવી રાખવામાં આવી હતી. 4 મેના રોજ લીગને સ્થગિત કરવામાં આવી ત્યારે કુલ 29 મેચ રમાઈ હતી. હવે ટુર્નામેન્ટની બાકીની મેચ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ના ત્રણ સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ દર્શકોની હાજરીમાં રમાશે.

રવિવારે દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચેની મેચથી બીજા તબક્કાની શરૂઆત થશે. આઈપીએલે જણાવ્યું હતું કે, આ મેચ એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ હશે કારણ કે આઈપીએલ કોવિડ -19 ની પરિસ્થિતિને કારણે થોડા સમયના વિરામ બાદ ચાહકોને સ્ટેડિયમમાં પાછા આવકારવામાં આવશે. ઘણા લાંબા સમય પછી દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. આ જાહેરાતથી દર્શકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ મેચ દુબઈ શારજાહ અને અબુ ધાબીમાં રમાશે. IPL ના પ્રકાશન મુજબ, કોરોનાના નિયમો અને UAE સરકારના નિયમોને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં દર્શકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. ચાહકો 16 સપ્ટેમ્બરથી સત્તાવાર વેબસાઇટ www.iplt20.com પર ટુર્નામેન્ટની બાકીની ટિકિટ ખરીદી શકે છે. આ સિવાય PlatinumList.net પર પણ ટિકિટ ખરીદી શકાય છે. ટૂર્નામેન્ટની અંતિમ મેચ 15 ઓક્ટોબરે રમાશે.

2019 પછી IPLમાં દર્શકોને સ્ટડિયમમાં એન્ટ્રી મળશે

2019 પછી પ્રથમ વખત IPL દર્શકો સામે રમાશે. ગયા વર્ષે લીગ યુએઈમાં દર્શકો વગર રમાઈ હતી. જ્યારે 2021 તબક્કાનો પ્રથમ ભાગ પણ ચુસ્ત બાયો-બબલમાં રમાયો હતો. જોકે લીગના આયોજકોએ દર્શકોની ચોક્કસ સંખ્યા દાખલ કરવાની સ્પષ્ટતા કરી નથી. સૂત્રોએ જણાવ્યું કે તેમની હાજરી સ્ટેડિયમની ક્ષમતાના 50 ટકા હશે.

કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) અને દક્ષિણ આફ્રિકા-શ્રીલંકા શ્રેણીમાંથી આવતા ખેલાડીઓ તેમની ટીમોના બબલામા સામેલ થતા પહેલા બે દિવસ આઈસોલેશનમાં રહેશે. બબલ ટુ બબલ ટ્રાન્સફર એટલે કે તેમને કોવિડ -19ને ધ્યાનમાં રાખીને છ દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર રહેશે નહીં. બીજી બાજુ યુકેથી યુએઈ સુધીના ખેલાડીઓએ ટીમ બબલમાં સામેલ થતા પહેલા છ દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું પડશે.

દિલ્હી કેપિટલ્સ (DC) ની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. દિલ્હીએ અત્યાર સુધીમાં આઠમાંથી છ મેચ જીતી છે. તો CSK બીજા અને વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ત્રીજા નંબરે છે. સીએસકે અને આરસીબી બંનેએ અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ મેચ જીતી છે જ્યારે બે હારી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન