Good News For KGF Fans, Yash Tweet About KGF-Chapter 2 Shooting
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘KGF’ ફેન્સ માટે સારા સમાચાર, શરૂ થઈ બીજા ભાગની શૂટિંગ, જુઓ મુહૂર્તની તસવીરો

‘KGF’ ફેન્સ માટે સારા સમાચાર, શરૂ થઈ બીજા ભાગની શૂટિંગ, જુઓ મુહૂર્તની તસવીરો

 | 5:02 pm IST

ગત વર્ષે રિલીઝ થયેલ સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ ‘કેજીએફ: ચેપ્ટર 1’ને લોકોએ ઘણી પસંદ કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. જોકે ત્યાર બાદ એવી ખબરો સામે આવી કે આ ફિલ્મનો બીજો ભાગ જલ્દી લોકો સામે આવશે અને લોકો તેની રાહ જોઈને બેઠા છે. જોકે હવે કેજીએફ ફેન્સ માટે એક સારા સમાચાર છે. ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

આ વિશે ફિલ્મના હીરો યશે પોતે ટ્વિટ કરી માહિતી આપી છે. યશે લખ્યું કે,‘અને હવે શરૂ થયું છે. કેજીએફ-1ને બધાથી પ્રેમ મળ્યા બાદ હવે કેજીએફ-2 ડબલ ધમાકો કરવા માટે તૈયાર છે. તેના માટે દર વખતેની જેમ આ વખતે પણ તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.’ રિપોર્ટ મુજબ જો બધુ નિર્ધારિત સમયાનુસાર રહ્યું તો ફિલ્મનો બીજો ભાગ આ વર્ષે ડિસેમ્બર સુધી રિલીઝ થઈ શકે છે. તમને બતાવી દઈએ કે યશ સહિત કેજીએફની ટીમ એક મંદિરમાં સર્વશક્તિમાનના આર્શીવાદ લઈને બીજા ભાગની શૂટિંગ શરૂ કરી છે. આ મુહૂર્તની કેટલીક તસવીરો વાયરલ પણ થઈ છે.

જોકે એવી ખબરો પણ મળી રહી છે કે ફિલ્મના બીજા પાર્ટમાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત અને અભિનેત્રી રવીના ટંડન નજરે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનો પહેલો ભાગ એક્શનથી ભરપૂર હતો અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મની ટક્કર શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા સ્ટારર ફિલ્મ ‘ઝીરો’ સાથે થઈ હતી. તેમ છતા ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી અને રેકોર્ડ કલેક્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન