Good News For Modi Government, 4.3% Hike In IIP for the month of July
  • Home
  • Business
  • આર્થિક મંદી સામે ઝઝૂમી રહેલી મોદી સરકાર માટે આવ્યા સારા સમાચાર

આર્થિક મંદી સામે ઝઝૂમી રહેલી મોદી સરકાર માટે આવ્યા સારા સમાચાર

 | 6:29 pm IST

આર્થિક મંદીની વચ્ચે મોદી સરકાર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો નોંધાયો છે. જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન વધીને 4.3 ટકા થઈ ગયું છે. આ પહેલા જૂનમાં ઔદ્યોગિક ઉત્પાદન દર 2 ટકા હતો. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ગ્રોથમાં પણ વધારો થયો છે. જુલાઈમાં મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 1.6 ટકા હતો, જે ઑગષ્ટમાં વધીને 4.2 ટકા થયો છે.

જુલાઈ મહિનામાં 8 કૉર સેક્ટર્સનો ગ્રોથ ઘટીને 2.1 ટકા પર આવી ગયો

ઉલ્લેખનીય છે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો દેશની અર્થવ્યવસ્થા માટે સારા સંકેત છે, કેમકે છેલ્લા કેટલાક મહિનાથી સતત દરેક આર્થિક મોરચા પર ગ્રોથનો આંકડો નીચે ફસકી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં 8 કોર સેક્ટર્સનાં વિકાસ દરમાં પણ ઘટાડો નોંધાયો હતો. જુલાઈ મહિનામાં 8 કૉર સેક્ટર્સનો ગ્રોથ ઘટીને 2.1 ટકા પર આવી ગયો છે, જ્યારે ગત વર્ષનાં સમાન સમયગાળામાં એટલે કે જુલાઈ 2018માં આ 7.3 ટકા હતો.

એપ્રિલ-જુલાઈ દરમિયાન પ્રોડક્શનમાં 3 ટકાનો વધારો નોંધાયો

તમામ પ્રયત્નો છતા ઉદ્યોગોનાં વૃદ્ધિ દરમાં ગતિ આવી રહી નથી. જો કે ગયા વર્ષે એપ્રિલ-જુલાઇનાં ત્રિમાસિક ગાળાની તુલનામાં આ વખતે એપ્રિલ-જુલાઈ દરમિયાન પ્રોડક્શનમાં 3 ટકાનો વધારો નોંધાયો છે. 8 પ્રમુખ ઉદ્યોગોમાં કોલસા, ક્રુડ ઑઇલ, નેચરલ ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સ્ટીલ, સીમેન્ટ અને ઇલેક્ટ્રિસિટી આવે છે.

આ વિડીયો પણ જુઓ: ગીર સોમનાથના દરિયામાં ફિશિંગ બોટની જળસમાધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન