Good News For Modi Government, IIP Grows in December 2019
  • Home
  • Business
  • 2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર માટે રાહતના સમાચાર

2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર માટે રાહતના સમાચાર

 | 8:38 pm IST

ગ્રોથ અને મોંઘવારીના મોર્ચે સરકાર માટે રાહતના સમાચાર છે. દિસેમ્બર મહિનામાં ઈન્ટસ્ટ્રિયલ પ્રોડક્શનની ગતિ 2.4 ટકા રહી જે તેની પહેલા, નવેમ્બરમાં 0.5 ટકા નોંધાઈ હતી. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ખરાબ પ્રદર્શનના કારણે આ 17 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યું હતું. આ આંકડા સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ(સીએસઓ) તરફથી જાહેર કરવામાં આવ્યા છે.

કેવી રહી સેક્ટર્સની ગ્રોથ?

માસિક ધોરણે માઇનિંગ સેક્ટરની ગ્રોથ 2.7 ટકાથી ઘટીને -1 ટકા રહી. જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરની ગ્રોથ -0.4 ટકા વધીને 2.7 ટકા રહી. ઉપરાંત દિસેમ્બરમાં ઇલેક્ટ્રિસિટી સેક્ટરની ગ્રોથ માસિક આધારે 5.1 ટકાથી ઘટીને 4.4 ટકા રહી છે. પ્રાઇમરી ગુડ્સ સેક્ટરની ગ્રોથ 2.2 ટકાથી ઘટીને -1.2 ટકા રહી છે. દિસેમ્બરમાં કેપિટલ ગુડ્સ સેક્ટરની ગ્રોથ -3.4 ટકાથી વધીને 5.9 ટકા નોંધાઈ જ્યારે ઇન્ટરમીડિયેટ ગુડ્સ સેક્ટરની ગ્રોથમાં -4.5 ટકાનો વધારો થતા -1.5 ટકા રહી.

ઉપરાંત માસિક ધોરણે દિસેમ્બરમાં કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ સેક્ટરની ગ્રોથ -0.9 ટકાથી વધીને 2.9 ટકા રહી. જ્યારે નોન કંન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરની ગ્રોથ -0.6 ટકા વધીને 5.3 ટકાના સ્તરે પહોંચી છે.