Good News For Rahul Gandhi
  • Home
  • Featured
  • રાહુલ ગાંધીની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક છોગું, ગૂગલ પરથી આવ્યા સારા સમાચાર

રાહુલ ગાંધીની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક છોગું, ગૂગલ પરથી આવ્યા સારા સમાચાર

 | 11:00 pm IST

2018ના વર્ષની શરૂઆતથી જ રાજકીય ક્ષિતિજે ચળકી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લોકપ્રિયતા વધી હોવાનું વધુ એક પ્રમાણ મળ્યું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહની તુલનાએ રાહુલ ગાંધીનું ગૂગલ પરનું ર્સિંચગ વધ્યું છે. ગૂગલ ટ્રેન્ડ્સમાં જણાવ્યા પ્રમાણે, 11 ડિસેમ્બર 2017થી માંડીને 11 ડિસેમ્બર 2018 સુધી રાહુલનું એવરેજ ર્સિંચગ 26 પોઇન્ટ રહ્યું તો અમિત શાહનું એવરેજ ર્સિંચગ ફક્ત ૬ પોઇન્ટ રહ્યું.

રાહુલ ગાંધી કે અમિત શાહ કોણે વધારે સર્ચ કરાયા

ગૂગલ ટ્રેન્ડસ અનુસાર, રાહુલ ગાંધી અધ્યક્ષ બન્યાં તે પહેલાં પણ તેમને સૌથી વધારે વાર ગૂગલ પર સર્ચ કરાયા હતા. 10 ડિસેમ્બરથી 16 ડિસમ્બર 2017 સુધી રાહુલ ગાંધીને 43 પોઇન્ટ મળ્યાં હતા આ દરમિયાન અમિત શાહને ફક્ત 5 પોઇન્ટ મળ્યાં હતા. તે પછી મે મહિનામાં શાહ અને ગાંધી બંનેનું ર્સિચગ વધ્યું હતું.

મે મહિનાના કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ બાદ રાહુલ ગાંધીને સૌથી વધારે વાર સર્ચ કરાયા હતા. 15-21 જુલાઈ 2018ની વચ્ચે રાહુલને 66 પોઇન્ટ મળ્યાં હતા. આ દરમિયાન રાહુલે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ભાષણ આપ્યું હતું અને પીએમ મોદીને ગળે ભેટયાં હતા. નવેમ્બર-ડિસેમ્બરમાં થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ રાહુલ ગાંધીનું ર્સિંચગ વધ્યું હતું. 9થી 15 ડિસેમ્બરની વચ્ચે રાહુલ ગાંધીને 100 પોઇન્ટ મળ્યાં હતા તો અમિત શાહને ફક્ત 8 પોઇન્ટ મળ્યાં હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન