Good News for Team India about injured Shikhar Dhawan
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાને રાહત, શિખર ધવનને લઈ આવ્યા સારા સમાચાર

ટીમ ઈન્ડિયાને રાહત, શિખર ધવનને લઈ આવ્યા સારા સમાચાર

 | 9:51 pm IST

ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ઈજાગ્રસ્ત થયેલ ટીમ ઈન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વર્લ્ડ કપમાંથીબહાર નથી થયો. મંગળવારે મોડી સાંજે શિખર ધવનની ઈજા વિશે અંતિમ રિપોર્ટ બહાર આવી છે. જેમાં તેના ડાબા હાથના અંગૂઠામાં હેયરલાઇન ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટ બાદ બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટે નિર્ણય લીધો છે કે આગામી એક સપ્તાહ સુધી શિખર ધવન ટીમના તબીબીઓની દેખરેખમાં રહેશે.

જોકે આ પહેલા એવી અટકળો વહેતી થઈ હતી કે ધવન ગંભીર ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ અંબાતી રાયડુ અથવા રિષભ પંતમાંથી કોઈ એકને તક મળી શકે છે. જોકે અંગૂઠાના ફ્રેક્ચરની અંતિમ મેડિકલ રિપોર્ટ બાદ ટીમ ઈન્ડિયાએ રાહતના શ્વાસ લીધા છે. કારણ કે ધવનની આ ઈજા થોડા દિવસોમાં સારી થઈ શકે છે અને સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ તે ફરી ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ XIનો હિસ્સો બની શકે છે.

જોકે આગામી કેટલીક મેચોમાં શિખર ધવનને ગ્રાઉન્ડની બહાર બેસવું પડશે. આપને જણાવી દઈએ કે રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પેટ કમિંન્સની બોલ પર ભારતીય ઓપનર બેટ્સમેન શિખર ધવનના ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી અને પછી મેડિકલ રિપોર્ટમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. આ મેચ ભારતે 36 રનથી જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન