Good News For Team India, speedy return for Prithvi Shaw
  • Home
  • Sports
  • Cricket
  • ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ : ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર

ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ : ટીમ ઈન્ડિયા માટે આવ્યા સારા સમાચાર

 | 11:37 am IST

ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ બુધવારે એવું કહ્યું કે યુવા બેટ્સમેન પૃથ્વી શો ઘૂંટણની ઈજામાંથી ઝડપથી સાજો થઈ રહ્યો છે અને મેલબોર્નમાં યોજાનારી બોક્સિંગ ડે ટેસ્ટમાં તે પરત ફરે તેવી શક્યતા નકારી ન શકાય.

મુંબઈનો આ 19 વર્ષીય બેટ્સમેન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સામે સિડનીમાં ભારતની અભ્યાસ મેચ દરમિયાન જાગ્રસ્ત થયો હતો. શાસ્ત્રીએ કહ્યું કે પૃથ્વી શોનું ઈજાગ્રસ્ત થવું દુઃખદ છે પરંતુ તેની સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે તે સારી વાત છે. પૃથ્વીએ ચાલવાનું શરૂ કરી દીધું છે અને જો અઠવાડિયા સુધી દોડવા લાગ્યો તો તે સારો સંકેત હશે.

પૃથ્વી હજુ યુવાન છે અને તે જલદી ફિટ થઈ શકે છે. અમે પર્થમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં પૃથ્વી શોને રમાડવો કે નહીં તે અંગેનો નિર્ણય કરી શકીએ છીએ. શાસ્ત્રીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા ટીમ વિરાટ કોહલીની ટીમ માટે એક મોડો પડકાર ખડો કરશે.

સ્વદેશમાં કોઈ પણ ટીમ કમજોર હોતી નથી. મને લાગે છે કે ઓસ્ટ્રેલિયા તેની વતી કોઈ કસર બાકી નહી રાખે. ભારત પાસે સારા બોલર છે. આપણે એક કે બે સારા સત્રને આધારે જીતી શકીએ તેમ નથી. આખી મેચમાં પ્રતિસ્પર્ધી બની રહેવું પડશે કારણ કે મેચોમાં એક કલાકની અંદર બાજી પલટાઈ જતી હોય છે.