NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બેરોજગાર શિક્ષકો માટે ખુશીના સમાચાર, જાણવા કરો ક્લિક

બેરોજગાર શિક્ષકો માટે ખુશીના સમાચાર, જાણવા કરો ક્લિક

 | 9:01 pm IST

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધો.૧થી ૫માં શિક્ષકની યોગ્યતા કસોટી TET-૧ બે વર્ષથી પાસ કરેલા ઉમેદારો માટે ખૂશીના સમાચાર આવ્યાં છે. રાજ્યના ત્રણ જિલ્લામાં ધોરણ.૧થી ૫માં ૧૩૦૦ જેટલા વિદ્યાસહાકની ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે. જેમાં કચ્છ, છોટાઉદેપુર અને દેવભૂમિ દ્વારકાર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મહત્વની વાત તો એ છે કે, આ ત્રણે જિલ્લાઓ પછાત વિસ્તારમાં આવેલા હોવાથી અન્ય જિલ્લાના શિક્ષકો નજીકના વિસ્તારમાં નોકરી મેળવવવા માટે અરજી કરતાં હતા જેને લઈ કેટલાક ઉમેદવારો બેકાર રહેતા હતા. જેથી હવે આ જિલ્લામાં નોકરી કરવાવાળા શિક્ષકો એપ્લાય કરશે નહી જેથી તમામ બેઠકો ઉપર નોકરીથી વંચિતોનો સમાવેશ થઈ જશે.

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધો.૧થી ૫માં શિક્ષકની યોગ્યતા કસોટી TET-૧ની પરીક્ષા લીધાને બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છતાં હજુ સુધી ભરતી કરવામાં આવી નથી જેને લઈ શિક્ષણ જગતમાં ભારે રોષ ફેલાયો હતો. છેલ્લે વર્ષ-૨૦૧૫ના ઓગસ્ટ મહિનામા TET-૧ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અંદાજે ૧૫,૩૬૪ ઉમેદવારો પાસ થયા હતા. પરંતુ હજુ સુધી ભરતી ન કરાતાં આ ઉમેદવરો બેકાર ફરી રહ્યાં છે. ઉપરાંત દર વર્ષે પરીક્ષા લેવાની જોગવાઈ હોવા છતાં વર્ષ-૨૦૧૬માં પરીક્ષા લેવામાં આવી નથી.

તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાના શિક્ષકોનો મહેકમ મગાવવામાં આવ્યો હતો જેના આધારે ટૂંક સમયમાં ત્રણ જિલ્લામાં ૧૩૦૦ જેટલી વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે તેવુ પ્રાથમિક શિક્ષણ નિયામકે જણાવ્યું હતું. ત્રણ જિલ્લામાં સૌથી વધુ કચ્છમાં ૯૫૫ વિદ્યાસહાયકની ભરતી કરવામાં આવશે જ્યારે બાકીની બેઠક છોટાઉદેપુર અને દિવભૂમિ દ્વારકામાં ભરવામાં આવશે.