ફિલ્મ બદરીનાથ કી દુલ્હનિયાં દસમી માર્ચે ભારતભરમાં રિલીઝ થઇ ગઇ છે અને મંગળવાર સુધીમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર ૬૨.૨૮ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વર્ષ ૨૦૧૪માં આવેલી ફિલ્મ હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાં બાદ વર્ષ ૨૦૧૭માં બદરીનાથ કી દુલ્હનિયાં આલિયા ભટ્ટ બની હતી અને બંને ફિલ્મોમાં તેની સાથે લીડ રોલમાં વરુણ ધવન જ હતો. આ બંનેની રોમેન્ટિક જોડીને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. દિગ્દર્શક શશાંક ખેતાન આ જ સિરીઝની ત્રીજી ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. જેમાં દુલ્હન આલિયા ભટ્ટ જ રહેશે.

શશાંકે જણાવ્યું હતું કે અમે આ સિરીઝની ત્રીજી ફિલ્મ બનાવીશું. દર્શકોએ અમારી બંને ફિલ્મોને સકારાત્મક પ્રતિસાદ આપી વરુણ – આલિયાની જોડીને લોકપ્રિય બનાવી છે. હું ત્રીજી ફિલ્મ બનાવવા ખૂબ જ ઉત્સાહમાં છું. દુલ્હનિયાં સિરીઝની ત્રીજી ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ જૂન મહિના બાદ શરૃ કરવામાં આવશે અને આવતા વર્ષે તે ફિલ્મ રિલીઝ કરાશે. જોકે ફિલ્મમાં આ બંનેની જોડી જ લીડ રોલમાં રહેશે અને ફિલ્મનો પ્લોટ અને વિષયમાં તેમ જ કિરદારોમાં ફેરફાર કરવામાં આવશે.

વરુણ ધવન અને આલિયા ભટ્ટનું ક્યૂટ કાર્ટૂન સોશિયલ વેબસાઇટ્સ પર વાયરલ થઇ રહ્યું છે. ફિલ્મ બદરીનાથ કી દુલ્હનિયાં બાદ વરુણ અને આલિયાની કેમિસ્ટ્રી વધુ એક ફિલ્મમાં જોવા મળવાની છે. બોક્સ ઓફિસ પર બદરીનાથ કી દુલ્હનિયાંને સકારાત્મક પ્રતિસાદ મળ્યા બાદ વરુણ અને આલિયાએ પોતાનાં કાર્ટૂન સોશિયલ વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યાં હતાં.