ગૂડ ન્યૂઝ, દુનિયા હવે કોરોના પર ઝડપી કાબુ મેળવી શકશે

5 મહિનાથી ચાલતી મહામારી. એક માત્ર માહિતી. આટલા કેસ. આટલા મોત. અને આટલા રિકવર. કોરોના જ્યારથી શરૂ થયો ત્યારથી આ સમાચાર રોજિંદા જીવનમાં સમાય ગયા હતા. કોરોના રોકવા કોઇ આશાનું કિરણ નહીં, કોઇ અપેક્ષા નહીં. પરંતું, હવે એક આશા જાગી છે. કેમ કે, અમે તમને આજે આપી રહ્યા છીએ ગુડ ન્યૂઝ. હાં, આજે વાત એ જ ગુડ ન્યૂઝની જેની દુનિયા આખી રાહ જોઇ રહ્યું છે. એ જ ગૂડ ન્યૂઝ જે ભારત વિશ્વને આપશે અને દુનિયામાં નવા ભારતનો પરચો.
ગૂડ ન્યૂઝ એટલે સારા સમાચાર. સારા સમાચાર એ જેનાથી રાહત થાય. કેમ કે, આ મહામારીને રોકવા હાલ કોઇ પણ ઉપાય છે જ નહીં. તમે ગમે તેમ સાવચેત રહો છતા પણ કોરોના કેસ કોઇના કોઇ રીતે તમને અથવા તો તમારા નજીકનાને પોતાનો શિકાર બનાવી જ લે છે. આ મહામારીને રોકવા સરકાર અઢળક પ્રયાસ કરી રહી છે. પરંતુ, એ વાત હકિકત છે કે, વાયરસને રોકવા માટે કોરોનાની રસી સિવાય કોઇ ઉપાય છે જ નહીં. પણ એક ગૂડ ન્યૂઝ એ છે કે, દુનિયા હવે કોરોના પર ઝડપી કાબુ મેળવી શકશે.
દુનિયાના દેશો ગુડ ન્યૂઝ આપે એ પહેલા ક્યાંક ભારત પણ આ રેસમાં સૌથી આગળ આવીને ગુડ ન્યૂઝ આપી દે. હાં, પરિસ્થિતિ હાલ એવી જ છે. જેવી રીતે દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અને દેશમાં રસી બનાવવાની ઝડપથી એ વાત સ્પષ્ટ છે કે, ટુંક સમયમાં જ દેશ જ દુનિયાને આપશે ગુડ ન્યૂઝ.
કોરોના વાયરના મુળરૂપને ઓળખવા માટે અને વાયરસ કેવી રીતે ફેલાય છે તેના પર અનેક અભ્યાસ થયા. વાયરસની તિવ્રતા અંગે પણ અનેક રિસર્ચ સામે આવ્યા. પરંતુ, રશિયાના વૈજ્ઞાનિકોનું એક એવું રિસર્ચ સામે આવ્યું છે, જે આશાનું કિરણ પણ છે અને અચંભામાં મુકનારું પણ. અચંભામાં મુકનારું એટલા માટે કેમ કે, રશિયાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ પાણીથી મરી શકે છે. જીં હા, વૈજ્ઞાનિકોએ વાયરસ પર રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, કોરોના વાયરસ પાણીમાં 90 ટકા સુધી મરી શકે છે. રશિયાનો આ દાવો દુનિયા માટે ગુડ ન્યૂઝ કહી શકાય.
ભારતમાં ક્ષમતા છે. ભારત જ કરી શકશે. દુનિયાને આ મહામારીમાંથી ભારત જ બહાર કાઢશે. આ હકિકત છે અને આ હકિકત દુનિયાના મોટા મોટા વાયોરોલોજિસ્ટ સ્વિકારી રહ્યા છે. કેમ કે, ભારતમાં કોરોના જેવી મહામારીને કાબુમાં રાખવા અથાગ સફળ પ્રયત્નો કરવામાં આવ્યા. હવે દુનિયા પણ સ્વિકારી રહી છે કે, કોરોના સામે લડવા અને વેક્સીનની આશા એક માત્ર દેશ પાસે છે અને એ છે ભારત.
કોરોના વાયરસની રસી બનાવવાને લઇને રશિયા પણ આગળ ચાલી રહ્યું છે. વૈજ્ઞાનિકોના એક જૂથ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાએ કોરોના વાયરસ રસીનું હ્યુમન ટ્રાયલ પૂરું કરી લીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન